Get The App

બોલીવુડ ડ્રગ્સ કેસ: NCBને મળી વધુ એક સફળતા, પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરનાર શાદાબ બટાટાની કરી ધરપકડ

Updated: Mar 26th, 2021


Google News
Google News
બોલીવુડ ડ્રગ્સ કેસ: NCBને મળી વધુ એક સફળતા, પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરનાર શાદાબ બટાટાની કરી ધરપકડ 1 - image


- ફારૂક બટાટાના પુત્ર શાદાબ બટાટા પાસેથી બે કરોડનું એમડી ડ્રગ્સ મળી આવ્યું

નવી દિલ્હી, તા. 26 માર્ચ, 2021, શુક્રવાર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના દીકરા શાદાબ બટાટાને ઝડપી લીધો છે. મોડી રાતે 2 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે શાદાબની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ NCBને ભારે મોટી સફળતા હાથ લાગી છે તેમ કહી શકાય.

મુંબઈમાં અનેક સ્થળે દરોડા

NCBએ ગુરૂવારે અને શુક્રવારે મુંબઈના લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCBએ અનેક લક્ઝરી કાર જપ્ત કરી હતી અને તમામ કાર સીઝ કરી દેવામાં આવી છે. 

સૌથી મોટો સપ્લાયર ફારૂક બટાટા

NCBના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ફારૂખ બટાટાનો દીકરો શાદાબ બોલીવુડની પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મુંબઈમાં વિદેશથી આવતા ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર ફારૂખ બટાટા જ છે. સૂત્રોના કહેવા પ્રમાણે શાદાબ પાસેથી પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે અને તે કોના-કોના સાથે કનેક્શન ધરાવે છે તેની તપાસ ચાલુ છે. 

ગોવામાં NCBનો દરોડો

NCBની ટીમે અગાઉ 7 માર્ચ, 2021ના રોજ ગોવામાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. NCBએ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા આરોપીઓ પાસેથી મળેલી જાણકારીના આધારે ગોવામાં દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. 


Tags :
NCBMumbaiDrugs-RacketShadab-BatataFarooq-Batata

Google News
Google News