નવાબ મલિકે વારંવાર નિવેદનો બદલે છેઃ ઈડીનો આરોપ
વિશેષ કોર્ટમાં જામીન અરજીના વિરોધમાં દલીલ
હજુ હોસ્પિટલમાં સારવારની જરૃર છે કે નહીં તેના પર કમિટી સ્થાપિત કરવાની માગણી
મુંબઈ : રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને માજી પ્રધાન નવાબ મલિકની જામીન અરજી પર સેશન્સ કોર્ટની વિશેષ પીએમએલએ કોર્ટમા સુનાવણી થઈ હતી. ઈડી વતી દલીલ કરવામાં આવી હતી કે મલિકે અત્યાર સુધી બે વાર નિવેદન બદલ્યા છે. મુનીર પટેલ પાસેથી ખરીદેલી જમીન મલિકે કોઈ ચકાસણી કર્યા વિના ખરીદી હતી,એવો ઈડીનો આરોપ ક રાયો હતો. અરજી પર સુનાવણી ૧૪ સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.
મુનિર પટેલ પાસેથી પાવર ઓફ એટર્ની પર કરવામાં આવેલી સહી પણ તેમણે જ કરી છે કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી. પટલે સહી કર્યાના આરોપ ફગાવી દીધા છે. જમીન સંબંધી કોઈ માહિતી લીધા વિના મિલકે કઈ રીતે ખરીજી એવો સવાલ ઈડીઅ ેકર્યો છે. મલિક ઘણો સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હવે તેમને સારવારની જરૃર છે કે નહીં એ માટે કોર્ટે કમિટી રચવી જોઈએ. કમિટીના અહેવાલ બાદ જો જરૃરી લાગે તો ઈડીને કોઈ વાંધો નથી. ઈડીને આ બાબતે લેખિત અરજી કરવાનું કોર્ટે જણાવ્યું હતું. જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ આ અરજી પર સવિસ્તર સુનાવણી થશે.
દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરને મલિકે જમીન ખરીદી માટે આર્થિક વ્યવહાર કરીને ગોવાવાલા કમ્પાઉન્ડ ખરીદી કર્યું હતું. આ રકમ પારકરે દાઉદને આપી હતી. આ રીતે ટેરર ફન્ડિંગ કર્યાનો આરોપ ઈડીએ કર્યો છે. ૨૩ ફેબુ્રઆરીએ મલિકની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ અદાલતી કસ્ટડીમાં છે. તેમની સામે પાંચ હજાર પાનાંનું આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. હાલ કુર્લાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.