નવાબ મલિકને જામીન માટે સુપ્રિમમાંથી રાહત ન મળી
દાઉદને સંડોવતા મિલકત વ્યવહારમાં સંડોવણીનો કેસ
મલિકે તબિયતના મુદ્દે જામીન માગ્યા હતા પણ સુપ્રીમે હાઈ કોર્ટનો ચુકાદો આવે તેની રાહ જોવા જણાવીને તાત્કાલિક રાહત નકારી
મુંબઈ - રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકને સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરીને તેમની જામીન અરજી પર પહેલા ંહાઈ કોર્ટના નિર્ણયની રાહ જોવા જણાવ્યું છે. મલિકે નાદુરસ્ત તબિયતનું કારણ આપીને જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ તેમને કોર્ટે રાહત આપી નથી.
મલિકે અરજીમાં જણાવ્યું હતું કે પોતાની એક કિડની ખરાબ છે અને બીજી કિડની પણ ઓછું કામ કરે છે. એક ટેસ્ટની પરવાનગી લેવા કોર્ટમા ંબેથી ત્રણ સપ્તાહનો સમય લાગી જાય છે. આથી પોતાને જામીન અપાવામાં આવે, એમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જોકે રાહત આપી નથી.
મુંબઈના કુર્લા વિસ્તારમા ંગોવાવાલા કમ્પાઉન્ડમાં ત્રણ એકરની જગ્યા છે. અ ાજગ્યા મુનીરા પ્લંબરની હતી, મુનીરાએ પોતાની જગ્યા હડપવામાં આવી હોવાની મલિક સામે ફરિયાદ કરી છે. મલિકે દાઉદની બહેન હસીના પારકર સાથે મળીને આ જગ્યા હડપી હોવાનો આરોપ છે. આ પ્રકરણમાં આર્થિક ગેરવ્યવહાર કર્યા હાદ તેમણે ટેરર ફંડિંગ કર્યું હોવાનો પણ આરોપ કરાયો છે. આ કેસમાં મલિકની ધરપકડ થઈ છે. ત્યાર બાદ ઈડીએ તેમના વિરોધમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. અ ાચાર્જશીટમાં મની લોન્ડરિંગ પ્રકરણનો ઉલ્લેખ કર્યો છેે. મલિકે પૈસા હસીના પારકર, સલીમ ફ્રૂટ અને સરદાર શહાવલી ખાનને કેશ અને ચેક દ્વારા આપ્યાનો પણ ઉલ્લેખ છે.