નવરાત્રિ મંડળોને રસ્તા પર ખાડા માટે દંડ ફટકારાશે
દશેરા પછી પાલિકા સર્વેક્ષણ કરશે
મુંબઈમાં આ વર્ષે 1300થી વધુ મંડળોએ પાલિકાની પરવાનગી મેળવી
મુંબઈ : નવરાત્રિ માટે માર્ગો તથા જાહેર જગ્યાો પર ખાડા ખોદવા બદલ મંડપોને દંડ કરાશે. દશેરા બાદ પાલિકા આ અંગે ર્સેક્ષણ હાથ ધરશે.
ગણેશ મંડળોની જેમ નવરાત્રિ મંડળોને પણ પંડાલ તથા બેરીકેડ્સ બનાવવા માટે ખોદાયેલા દરેક ખાડા દીઠ બે હજાર રુપિયાનો દંડ કરાશે.
ગણેશોત્સવ બાદ ગણેશ મંડળો દ્વારા ખોદવામાં આવેલા ખાડાનું સર્વેક્ષણ કરી દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ હતી. લાલબાગ ચા રાડા મંડળને ૧૮૩ ખાડા પાડવા બદલ ૩.૬૬ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે.
પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમાકાન્ત બિરાદરે જણાવ્યું હતું કે આ વર્ષે ૧૩૦૪ જેટલા નવરાત્રી મંડળોને નવરાત્રિ કાર્યક્રમોનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમને અપાયેલી માર્ગદર્શિકામાં આ વિશે સ્પષ્ટ જણાવાયું છે.