વિકસિત ભારત યાત્રામાં ઊંધો રાષ્ટધ્વજ દર્શાવાયોઃ ગુનો દાખલ
ભિવંડીના કાલ્હેરમાં સરકારી કાર્યક્રમમાં છબરડોં
કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી સહિતના ઉચ્ચાધિકારીઓએ ઊંધા ધ્વજન બેકગ્રાઉન્ડમાં જ કાર્યક્રમમાં હાજરી આપીઃ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
મુંબઇ : ભિવંડીની નારપોલી પોલીસે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ના કાર્યક્રમમાં ે મંચ પરના એક બેનરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને ઉંધો દર્શાવવાને મામલે ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધાયો હતો.
ગઈ ૯ ડિસેમ્બરના રોજ ભિવંડી તાલુકાના કાલ્હેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનુ આયોજન જિલ્લા પરિષદ થાણા, પંચાયત સમિતી અને કાલ્હેર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.
રમિયાન સ્ટેજ પાછળના બેનર પર ભારતીય ત્રિરંગાની તસવીર ઉંધી મૂકવામાં આવી હતી. આ ઘટના બા ભિવંડી પંચાયત સમિતિના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર પ્રિ પ ઘોરપડેએ નારપોલી પોલીસ મથકમાં ફરિયા નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસે ભારતીય રાષ્ટ્રધ્વજને ખોટી રીતે પ્ર ર્શિત કરવા બ લ આયોજકો સામે કેસ નોંધ્યો હતો.
ઘોરપડેએ આ બાબતે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને નવમી ડિસેમ્બરે કાલ્હેર ખાતે વડા પ્રધાન મોદીના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમના આયોજનનો કોન્ટ્રાકટ ગુરુદત્ત એન્ટરપ્રાઇઝના અલંકાર પાટિલને આપવામાં આવ્યો હતો. જોકે પાટિલે બેનર પર રાષ્ટ્ર ધ્વજને ઉંધો પ્રદર્શિત કર્યો હતો. જેમાં ઉપર લીલો રંગ અને નીચે કેસરી રંગ પ્રદર્શિત થતો હતો. આ ઘટના બની ત્યારે સ્ટેજ પર થામે જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિના અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય રાજ્ય પ્રધાન કપિલ પાટિલ થાણેના પાલક પ્રધાન શંભૂરાજ દેસાઇ અને થાણેના કલેકટર અશોક શિંગારે પણ ઉપસ્થિત હતા. તેમ છતાં મોડે સુધી આ ભૂલ સુધારવામાં આવી નહોતી. અંતે ઘોરપડેની ફરિયાદ બાદ રાષ્ટ્રીય ગોરવ અપમાન નિવારણ કાયદા હેઠળ ગુરુદત્ત એન્ટરપ્રાઇઝિનો ગુનો કર્મચારી અલંકાર પાટીલ સામે નોંધવામાં આવ્યો હતો.
વિવિધ સરકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવાના આશયથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા વડા પ્રધાન મોદીએ જનતા અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.