નાસિકના ડે. મ્યુ. કમિશનર તથા વકીલે કોર્ટના પ્યૂનને ધમકાવવા બદલ માફી માગી
કોર્ટના પ્યૂનને ધમકી અપાતાં હાઈકોર્ટે સ્વેચ્છાએ દખલ લીધી
કોર્ટની લોબીમાં શાંતિ જાળવવાનું કહેતાં બંનેએ પ્યૂનને નોકરીમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી
મુંબઈ : કોર્ટના પ્રાંગણમાં નાસિક મહાનગરપાલિકાના અધિકારી અને વકીલે કોર્ટના પીયુનને અભદ્ર ભાષામાં ગાળો આપી હોવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની બોમ્બે હાઈ કોર્ટે સ્વેચ્છાએ દખલ લીધી હતી. પીયુને તેમને શાંતિ જાળવવા કહેતાં મામલો બીચક્યો હતો.જોકે,બાદમાં આ બંનેએ કોર્ટની તથા સંબંધિત પ્યૂનની પણ માફી માગી લેતાં કોર્ટે કેસનો નિકાલ કર્યો છે.
ન્યા. અજય ગડકરી અને કમલ ખતાની બેન્ચે ઘટનાની નોંધ લીધી હતી અને પીયુન અતુલ તાયડેને વકિલ દિનેશ કદમ અને નાશિક પાલિકાના ડેપ્યુટી કમિશનર મયુર પાટીલ સામે ગાળો ભાંડીને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવા બદલ ફોજદારી કેસ નોંધાવવા જણાવ્યું હતું.
જજે ૧૪ નવેમ્બરના આદેશમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વગેરે સંબંધી કેસોને કારણે દાવેદાર કોર્ટમાં હાજર રહે છે અને આથી બેન્ચે તેમના પ્યૂનને અને પોલીસ કોન્સ્ટેબલોને દાવેદારોને શાંતિ જાળવવાનું કહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટરૃમમા ંજ નહીં પણ કોર્ટની બહાર કોરિડોરમાં પણ.૧૪ નવેમ્બરે બપોરે ૧.૩૦ વાગ્યે પ્યૂન તાયડેએ જજને તેમના ચેમ્બરમાં બનેલી ઘટનાની જાણ કરી હતી.
નાશિક મહાપાલિકાના ડેપ્યુટી કમિશનરે પોતાનું આઈકાર્ડ બતાવીને પીયુનને તેની સામે ફરિયાદ કરીને સાંજ સુધીમાં નોકરીમાંથી કઢાવી મૂકશે એમ જણાવ્યું હતું. તેમની સાથે હાજર વકિલે અભદ્ર શબ્દપ્રયોગ કર્યા હતા. આથી કોર્ટે પ્યૂનને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. આ તબક્કે વરિષ્ઠ વકિલોએ મધ્યસ્થી કરીને કોર્ટને અકારા પગલાં નહીં લેવા વિનંતી કરી હતી. વકિલની વ્યાવસાયિક કારકિર્દી નષ્ટ થશે, એવી રજૂઆત કરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
બાદમાં કદમ અને પાટીલે પોતાના અંગત સોગંદનામા દ્વારા બિનશરતી માફી માગી હતી કોર્ટને જ નહીં પણ તાયડેની પણ માફી માગતા ંકોર્ટે માફીનામું સ્વીકાર્યું હતું.
જોકે અમે બંનેને ચેતવણી આપીએ છીએ કે ભવિષ્યમાં રાજ્યની કોઈ પણ કોર્ટમાં આવું કૃત્ય કરે નહીં, એમ જણાવીને જજે કેસ નો નિકાલ કર્યો હતો.