Get The App

મરાઠા અનામત મુદ્દે જરાંગેના ફરી 'અનશન', મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માગ

ક વર્ષથી ઓછા સમયમાં આ ચોથી વખત છે જ્યારે જરાંગે મરાઠા સમુદાયને OBC જૂથમાં સામેલ કરવાની માંગ સાથે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ (અનશન) પર બેઠાં છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
મરાઠા અનામત મુદ્દે જરાંગેના ફરી 'અનશન', મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માગ 1 - image

image : IANS



Maratha Reservation Protest News | છેલ્લાં ઘણાં સમયથી મરાઠા અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સામે બાથ ભીડી રહેલાં મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર મરાઠા અનામતની માગ સાથે ફરીથી અનિશ્ચિતકાળ માટે અનશનની શરૂઆત કરી હતી. 

જરાંગેની માગ શું છે? 

મરાઠા અનામત મુદ્દે લડનારા જરાંગે ડ્રાફ્ટ નોટિફિકેશનને કાયદામાં રૂપાંતરિત કરવા માટે બે દિવસમાં રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. એક વર્ષથી ઓછા સમયમાં આ ચોથી વખત છે જ્યારે જરાંગે મરાઠા સમુદાયને OBC જૂથમાં સામેલ કરવાની માંગ સાથે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ (અનશન) પર બેઠાં છે.

જરાંગેએ અનામતનો મુદ્દો ઊઠાવતા કરી આ પણ માગ 

અંતરવાલી સરતી ગામમાં આવેલા અનશન કાર્યક્રમ સ્થળે જરાંગેએ ફરી એકવાર કહ્યું કે અમારી માગ છે કે રાજ્યભરમાં મરાઠા સમુદાયના વિરોધીઓ સામે નોંધાયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. સરકાર બે દિવસમાં રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે અને મરાઠા અનામત સંબંધિત કાયદો ઘડે અને સરકાર કુનબી રેકોર્ડ ધરાવતા 57 લાખ લોકોને ઓબીસી જાતિના પ્રમાણપત્ર આપે. 

મરાઠા અનામત મુદ્દે જરાંગેના ફરી 'અનશન', મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માગ 2 - image



Google NewsGoogle News