સંગીતકાર સચેત અને પરંપરા ટંડનને ત્યાં પુત્રજન્મ થયો
સોશિયલ મીડિયા પર ઘોષણા કરી
બોલીવૂડ તથા સંગીત જગતની હસ્તીઓ અને ચાહકોએ અભિનંદન પાઠવ્યાં
મુંબઇ : સંગીતકાર-ગાયક જોડી સચેત અને પરંપરા ટંડનને ત્યાં પુત્ર જન્મ થયો છે. યુગલે ઇન્સ્ટાગ્રામ પર નવજાત શિશુની ઝલક શેર કરીને પોતાના મિત્રો અને પ્રશંસકોને માતા-પિતા બન્યાની જાણ કરી છે. સાથેસાથે તેમણે લોકોના આશીર્વાદ પણ માંગ્યા છે.
અનેક બોલીવૂડ હસ્તીઓ તથા ચાહકોએ તેમને પુત્ર જન્મની વધામણી આપી હતી. રવીના ટંડન, વિશાલ દદલાની સહિતની હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.