પ્રતિમા કેસમાં મૂર્તિકાર આપ્ટે, સ્ટ્રકચરલ એન્જિ. પાટીલને 10મી સુધી રિમાન્ડ
કલ્યાણથી ઝડપાયેલા આપ્ટેને માલવણ કોર્ટમાં હાજર કરાયો
પ્રતિમા નિર્માણમાં કટાયેલી સામગ્રી વાપરી હતી, બાંધવા અને ડિઝાઈન કરતી વખતે હવામાન સહિતની બાબતોને ખ્યાલ કરાયો હતો કે નહિ તે વિશે પૂછપરછ થશે
મુંબઈ : સિંધુદુર્ગના માલવણના રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થવાના કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી શિલ્પકાર જયદીપ આપ્ટે અને અગાઉ પકડાયેલા સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલને ૧૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
સિંધુદુર્ગ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ૩૫ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં કટાયેલી સામગ્રીનો વપરાશ થયો હતો. આરોપીએ ઉતરતી ગુણવત્તાની વસ્તુ વાપરી હતી કે નહીં તે ચકાસવાની જરૃર છે.નેવી ડે નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર નોદીઅ અનાવરણ કર્યાના નવ મહિનામાં જ ૨૬ ઓગસ્ટે રાજકોટ કિલ્લા પર મરાઠા કિંગની પ્રતિમા ધરાશાયી થઈ હતી. પ્રતિમા ધરાશાયી થયાની ઘટનાને પગલે રાજ્યના નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આપ્ટે ત્યાર બાદ ફરાર હતો. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરાઈ હતી. ૧૧ દિવસે બાદ આપ્ટેને પોલીસ પકડી શકી હતી. પાટીલને કોલ્હાપુરથી ૩૦ ઓગસ્ટે પકડવામાં આવ્યો હતો.
આપ્ટેને માલવણની કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને કસ્ટડી આપી હતી.પાટીલની કસ્ટડી પણ આજે પૂરી થતાં તેને કોર્ટમાં હાજર કરાતાં તેને પણ ૧૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી અપાઈ છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ પ્રતિમા બાંધવા માટેનું મટિરિયલ ક્યાંથી ખરીદ્યું હતું તેની પણ તપાસ કરવાની બાકી છે. નટબોલ્ટ, લોખંડી સળીયા અને અન્ય સામગ્રી કટાયેલા હતા. પ્રતિમા માટે વપરાયેલી સામગ્રીના નમૂના પણ એકઠા કરવાના હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રતિમા બાંધવા અને ડિઝાઈન કરતી વખતે . ભારે પવન, પાણી, ભૂકંપ અને ભૂશાસ્ત્રની બાબતોનો વિચાર કરાયો હતો કે નહીં એ પણ તપાસવાનું બાકી છે. ડિઝાઈન કરતી વખતે આરોપીઓને તેની ટકાઉપણાની જાણ હતી કે નહીં એ તપાસવાનું બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આરોપીને સરકારે આપેલા મૂળ વર્ક ઓર્ડરની કોપી મેળવવાની બાકી હોવાનું જણાવ્યું હતું.ઓર્ડરમાં જણાવેલી શરતો અને નિયમો તપાસવા જરૃરી છે. આપ્ટે પાસેથી પ્રતિમાની સ્થિરતા, વિશ્લેષણ અને ડિઝાઈનની વિગત ધરાવતા ૧૬ પાનાં મળી આપ્યા છે.
આપ્ટેની અદાલત સમક્ષ દલીલો
અમેરિકામાં પણ પૂતળું પડી ગયેલુંઃ કુદરતી ઘટનામાં ગુનો કેવી રીતે બને
આપ્ટેના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે તે બુધવારે શરણે આવવાનો હતો અને તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પ્રતિમા વિશેની બધી વિગત પોલીસને આપવા તૈયાર છે. વકિલે વધુમાં દલીલ કરી હતી કે પૂતળું ઊભું કરાયું તે સ્થળે જોરથી પવન ચાલતો હતો. ટેન્ડર યોગ્ય રીતે ભરાયા હતા. અમારા અસીલની કંપનીને કામ અપાયું હતું. તેના માટે રૃ.૨.૪૪ કરોડ અપાયા હતા. પૂતળું ઊભું કરતી વખતે જ્યા સાંધા હતા ત્યાં ંકાટલાગ્યો હતો. પૂતળું બ્રોન્ઝ (કાંસ્ય)નું હતું. ઉજૈનમાં પણ આવ ીરીતે પૂતળું તૂટી પડયું હતું. પૂતળું પડયું ત્યારે પર્યટકો હાજર નહોતા. કોઈને ઈજા થયાની નોંધ નથી. આથી કોઈ કલમ લાગુ થતી નથી. પૂતળું પાડવાનો ઉદ્દેશ્ય નહોતો. નટબોલ્ટ બહારથી દેખાતા નથી. પૂતળું અંદરથી ખોખલું હતું. અમેરિકામાં રાષ્ટ્રપતિનું પૂતળું પણ પડયું હતું. વર્ક ઓર્ડરની નકલ માટે કસ્ટડી માગી રહ્યા છે. આ કુદરતી ઘટના છે તેમાં ગુનો ક્યાં બને છે? દસ કલાક બાદ એફઆઈઆર દાખલ થઈ હોવાની રજૂઆત પણ કરી હતી.
એફઆઈઆર ઉતાવળે નોંધવામાં આવી હતી અને સરકારે પ્રતિમાતૂટી પડવાનું કારણ શોધવા નિષ્ણાતોની કમિટી તૈયાર કરવી જોઈતી હતી. કમિટીના અહેવાલમાં કોઈની સંડોવણી દર્શાવાઈ હોય ત્યાર પછી કેસ નોંધી શકાય છે. વૈજ્ઞાાનિક અહેવાલને અભાવે કેસ નોંધી શકાય નહીં.
ઉજ્જૈનમાં પણ પ્રતિમાઓ તૂટી પડી હતી, નિષ્ણાતોના તપાસ અહેવાલ પહેલાં કેસ ન થાય