નવરાત્રિ માટે પાલિકાને 1700થી વધુ અરજી મળી, 250 રિજેક્ટ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
નવરાત્રિ માટે પાલિકાને 1700થી વધુ અરજી મળી, 250  રિજેક્ટ 1 - image


નવરાત્રિ મંડપને મંજૂરી માટે 1 વિન્ડો સિસ્ટમ

બિન વ્યવસાયિક નવરાત્રિ માટે જુદી જુદી ફી માફ કરી અરજી દીઠ માત્ર 100 રુપિયા લેવાશેઃ દરેક વોર્ડમાં કૃત્રિમ વિસર્જન તળાવ

મુંબઈ :  નવરાત્રિ માટે મહાપાલિકાને અત્યાર સુધી ૧૭૦૦થી વધુ અરજી મળી ચૂકી છે. તેમાંથી વિવિધ કારણોસર ૨૫૦ અરજી ફગાવાઈ છે. મહાપાલિકા દ્વારા આ વખતે વન વિન્ડો સિસ્ટમ શરુ કરી તત્કાળ મંજૂરી અપાઈ રહી છે. મહાપાલિકાએ બિન વ્યવસાયિક ધોરણે ચાલતાં મંડળ માટે જુદી જુદી ફી રદ કરી માત્ર ૧૦૦ રુપિયાનો પ્રતિકાત્મક ચાર્જ લેવાનું ધોરણ અપનાવ્યું છે. 

કેટલાંક મંડળોએ બે બે વખત અરજી કરી હતી. અન્ય કેટલાંક મંડળોએ જરુરી વિગતો આપી ન હતી. આવાં કારણોસર ૨૫૦ અરજીઓ રદ કરવાાં આવી છે. ાં રસ્તા પર મંડપ ઉભા કરવા માટે સાર્વજનિક નવરાત્રોત્સવ મંડળને પાલિકાએ આજ સુધી કુલ મળેલી ૧૭૦૦ અરજી પૈકી ૧૩૦૪ મંડળોને પરવાનગી આપી છે. ક

નવરાત્રિના દસમા દિવસે દશેરાના દિવસે દુર્ગા મૂર્તિ, વિસર્જન, ગરબા વિસર્જન માટે પાલિકાએ વ્યવસ્થા કરી છે. વિસર્જન માટે કૃત્રિમ તળાવ વીજળી, શૌચાલયો, જંતુનાશક દવાનો ફૂવારણી, સ્વચ્છતા, નિર્માલ્ય કળશ, વગેરેની વ્યવસ્થા કરી છે. પાલિકાના પ્રત્યેક પ્રશાકીય વોર્ડમાં વિસર્જનની વ્યવસ્થા કરાઈ રહી છે. 

આ તહેવારમાં માવાની મીઠાઈ વેચનાર દુકાનો અને કંદોઈના ત્યાં પાલિકાનો આરોગ્ય વિભાગ ચકાસણી કરશે. તેમજ ખોરાકી ઝેરની અસર ન થાય તે પાલિકાએ તેઓને અપીલ કરી છે.



Google NewsGoogle News