Get The App

પાલિકાએ એક જ દિવસમાં રૃ.100 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
પાલિકાએ એક જ દિવસમાં રૃ.100 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યા 1 - image


માર્ચ એન્ડ પહેલાં સપાટો બોલાવ્યો

31 માર્ચ સુધી રૃ.2978 કરોડનું લક્ષ્યાંક અત્યાર સુધી વર્ષ 2023-24નો ૩૫ ટકા ટેક્સ વસૂલ

મુંબઈ :  મુંબઈ મહાનગરપાલિકાએ તેના તમામ ૨૪ વહીવટી વોર્ડમાં ડિફોલ્ટરો પાસેથી એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક રૃ.૧૦૦ કરોડ રૃપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો હતો. પાલિકાએ વર્ષ ૨૦૨૩- ૨૪ માટે અત્યાર સુધીમાં રૃ.૧૬૨૨ કરોડ એટલે કે ૩૫ ટકા કર વસૂલ કર્યો છે અને ૩૧ માર્ચ સુધીમાં રૃ.૨૯૭૮ કરોડ વસુલ કરવાના ટાર્ગેટને પહોંચી વળવાનું કાર્ય પડકારરૃપ છે.

પાલિકાએ ડિસેમ્બર ૨૦૨૩માં ૨૦ ટકા વધારા સાથે જારી કરાયેલા પ્રોપર્ટી ટેક્સના બિલો પાછા ખેંચવામાં આવ્યા હતા. પરિણામે ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સની આવક રૃ.૬૦૦૦ કરોડના પ્રારંભિક અંદાજમાં સુધારો કરીને રૃ.૪૫૦૦ કરોડ કરવામાં આવી હતી.

જોકે નાગરિકો પાસે ચૂકવણી કરવા માટે માત્ર એક મહિનાનો સમય હતો. જેના કારણે આ વર્ષે આવક ઓછી થઈ હતી. પ્રોપર્ટી ટેક્સ પાલિકાનો બીજો સૌથી વધુ આવકનો સ્ત્રોત હોવાથી સત્તાવાળાઓએ મોટા ડિફોલ્ટર્સને ટ્રેક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

પાલિકાના સત્તાવાળાઓ ડિફોલ્ટરોની યાદી દરરોજ તૈયાર કરાતી હતી. તેમાં  વોર્ડ- મુજબ એક ટીમ તેઓની ઘર અથવા ઓફિસે મુલાકાત લઈને પ્રોપર્ટી ટેક્સ ભરી દેવા માટે સમજાવતા હતા. પરંતુ જે ડિફોલ્ટરો છે. તેઓને ૩૧ માર્ચ સુધીની રકમ ચૂકવવી પડશે અથવા કાર્યવાહીનો સામનો કરવો પડશે, એમ કહીને પાલિકાના અધિકારીએ ઉમેર્યું હતું કે જેને ૨૭ ફેબુ્રઆરીના રોજ પ્રોપર્ટી ટેક્સ બિલ જારી કરવામાં આવ્યા છે. તેઓ ૨૫ મે સુધી બિલના નાણા ચૂકવી શકે છે.

સાપ્તાહિક અને સાર્વજનિક રજા દિવસોમાં પણ પાલિકાની બધી કચેરીમાં પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે

પ્રોપર્ટી ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સાપ્તાહિક રજા તા.૨૩ અને ૨૪ તેમજ ધૂળેટીની સોમવાર તા.૨૫ તેમજ ગુડફ્રાયડે નિમિત્તેની સાર્વજનિક રજા તા.૨૯ માર્ચના રોજ પણ પાલિકાની તમામ કચેરીમાં પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે સુવિધા રાખી છે. એટલે કે પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે. આ સિવાય માર્ચના મહિના છેલ્લાં અઠવાડિયે સાપ્તાહિક રજા તા.૩૦ અને ૩૧ના રોજ પણ પ્રોપર્ટી ટેક્સ ભરવા કેન્દ્ર શરૃ રહેશે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News