મુંબઇના યુટયુબરનો નગ્ન વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ
સીસીટીવી હેક કરી કોઇએ નગ્ન વીડીયો વાયરલ કર્યો
વીડીયોમાં માતા-બહેનના પણ આપત્તિજનક ફૂટેજ હોવાનો આરોપ
મુંબઇ : બાંદ્રામાં રહેતા એક ૨૧ વર્ષના યુટયુબરનો નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બહાર આવ્યા બાદ યુટયુબરે આ બાબતે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
યુટયુબર તેના બેડરૃમમાં નગ્નાવસ્થામા ંકપડા બદલી રહ્યો છે તે મુજબનો વીડિયો વાયરલ થયા બાદ એવો આરોપ કર્યો હતો કે કોઇ જાણભેદુ એ તેના સીસીટીવીને હેક કરીને આ ફૂટેડ મેળવ્યા બાદ વાયરલ કર્યા હતા.
આ સંદર્ભે યુટયુબરની ફરિયાદ મુડબ તેના એક મિત્રે તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો એક નગ્ન વિડીયો યુટયુબર પર ૯ ડિસેમ્બરના અપલોડ કરવામાં આવ્યો છે. યુટયુબરને આ વાત જાણી જોરદાર આંચકો લાગ્યો હતો ત્યારબાદ તેણે પોતે આ વીડિયો ચેક કરતાં આ વીડિયો તેને ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવીનો હોવાનું સ્પષ્ટ થયું હતું અને કોઇએ તેના સીસીટીવીની સિસ્ટમને હેક કરી આ વીડિયો મેળવ્યા બાદ યુટયુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કર્યો હતો. યુટયુબર અનુસાર તેનો આ વીડિયો ઘણા લોકોમાં શેર થયો હોવાનું આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું.
યુટયુબરની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસીની કલમ ૫૦૦ (બદનામી) ૫૦૧ (બદનામીકારક સામગ્રી સર્ક્યુલેટ કરવી) અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે. પોલીસની સાયબર ટીમે કયા આઇપી એડ્રેસથી સીસીટીવી સિસ્ટમ હેક કરવામાં આવી છે તેની તપાસ શરૃ કરી છે. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે યુટયુબરના આરોપ મુડબ તેની માતા અને બહેનના પણ આપત્તિજનક ફૂટેજ આ વીડિયોમાં જોવા મળે છે. તેથી સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવવાની પણ માગણી કરવામાં આવી છે. જો કે યુટયુબરના સીસીટીવી હેક કરી આ રીતે તેનો નગ્ન વીડિયો વાયરલ કરવાની ઘટનાથી ઘણા લોકો ચોંકી ગયા હતા અને આ પ્રકારના કેસોની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.