Get The App

મુંબઇનું આઇકોનિક થિયેટર ભારતમાતાને મુક્તા એટુ સિનેમાને પોતાના કબજામાં કરી લીધું

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
મુંબઇનું આઇકોનિક થિયેટર ભારતમાતાને મુક્તા એટુ સિનેમાને પોતાના કબજામાં કરી લીધું 1 - image


નજીકના ભવિષ્યમાં આ બંધ પડેલા થિયેટરને નવું બનાવીને શરૃ કરવામાં આવશે

મુંબઇ :  મુંબઇનું આઇકોનિક થિયેટર ભારતમાતા સિંગલ સ્ક્રીન થિયેટરોમાંનું એક છે. જે ઘણા વરસોથી બંધ પડી રહ્યુ હતું અને આ થિયેટરમાં મોટા ભાગે મરાઠી ફિલ્મો જ રિલીઝ થતી હતી. હવે આ થિયેટરને મુક્તા એટુ સિનેમાએ પોતાના કબજામાં લઇ લીધું છે. જોકે આ થિયેટર ક્યારથી શરૃ કરવામા ંઆવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

ભારતમાતા મુંબઇના સૌથી જુના થિયેટરોમાંનું એક છે. આ થિયેટરની શરૃઆત ૧૯૪૧માં થઇ હતી. એ સમયમાં લાલબાગ-પરેલની મિલો ધમધોકાર ચાલતી હતી ત્યારે થિયેટરોમાં મિલ મજૂરોની ભીડ રહેતી હતી. જેઓ આખા દિવસ દરમિયાનની મહેનતને અંતે સારો સમય પસાર કરવા થિયેટરમાં ફિલ્મ જોવા જતા હતા. આ થિયેટરમાં મોટા ભાગે મરાઠી ફિલ્મો જ દાખવવામાં આવતી હતી. 

મુક્તા એટુનું અન્ય એક થિયેટર ન્યુ એક્સેલસિયર, જે આ વરસની શરૃઆતથી બંધ પડી ગયું છે તેને પણ આ મહીનાના ્ત સુધીમાં ચાલુ કરવાની સંભાવના હોવાનું સોશિયલ મીડિયાના પોર્ટલે જણાવ્યુ ંહતું.  



Google NewsGoogle News