મુંબઈનું બાણગંગા તળાવ રવિવારે 10 હજાર દિવડાથી ઝગમગી ઉઠશે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
મુંબઈનું બાણગંગા તળાવ રવિવારે 10 હજાર દિવડાથી ઝગમગી ઉઠશે 1 - image


 ત્રિપુરારી પૂર્ણા-દેવ દિવાળીની ભવ્ય ઉજવણી

3 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉજવણીમાં સામેલ થશે

મુંબઈ :  દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારનું ઐતિહાસિક બાણગંગા તળાવ આવતા રવિવારે ૨૬મં નવેમ્બરે  ત્રિપુરારી પૂર્ણિમાની ઉજવણી સાથે ૧૦ હજાર દિવડાથી ઝગમગી ઉઠશે.  ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ-દિવાળીની ઉજવણીમાં  ૩ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ સૂર્યાસ્ત પછી અઝી કલાક સુધી ચાલશે. વારામશીથી આવનારા પુરોહિતો શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન અને આરતી કરાવશે. આ પ્રસંગે સામબહિક શંખદવની સાથે તળવામાં દિવડા તરતા મૂકવામાં આવશે.

પૌરાણિક કથા અનુસાર ઙગવાન રામે રેતીમાંથી શિવલિંગ બનાવીને સ્થાપના કરી હતી. વાળુ (સંસ્કૃતમાં બાલુકા)માંથી ઘડેલા શિવલિંગને વાળુકેશ્વર તરીકે સ્થાપવામાં આવ્યું. તેના પરથી આ વિસ્તાર વાલકેશ્વર તરીકે ઓળખાવા માંડયો. આ વાલુકેશ્વર મહાદેવ મંદિર ત્યાં મોજૂદ છે. મંદિરની બાજુમાં તળાવ છે. લક્ષ્મણે  પાણી પીવા ધરતીમાં બાણ છોડયું અને પાણીનો ફુવારો ઉડયો એના પરથી તળાવનું નામ બાણગંગા પડયું એવી લોકવાયકા છે. આ તળાવનું વ્યવસ્થિત સ્વરૃપે નિર્માણ ઈ.સ.૧૧૧૧માં સિલ્હર રાજવંશના દરબારમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંત્રી લક્ષ્મણ પ્રભુ દ્વારા કરાવવામાં આવ્યું હતું.



Google NewsGoogle News