મુંબઈગરા આ વર્ષે સવાલાખ ટન કેરી ઓહિયા કરી ગયા
મેંગો માર્કેટમાં 500 કરોડનો કારોબાર
નવેમ્બરથી આફ્રિકાના મલાવીની કેરીઓ આપવા માંડશે
મુંબઈ : કેરીના શોખીન મુંબઈગરાઓએ આ વખતે મેંગો સીઝનમાં સવાલાખ ટન કેરી ઓહિયા કરી હતી. ફેબુ્રઆરીથી આગસ્ટ દરમિયાન મુંબઈમાં કેરીનો ૫૦૦ કરોડ રૃપિયાનો વિક્રમી કારોબાર થયો હતો.
નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) ફળ બજારમાં ફેબુ્રઆરીથી ઓગસ્ટ દરમિયાન કોંકણ ઉપરાંત કર્ણાટક, કેરળ, ગુજરતા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ રાજ્યોમાંથી આફૂસ, પાયરી, બદામી, લાલબાગ, ચૌસા અને કેસર કેરીની આવક થઈ હતી. સૌથી વધુ આવક એપ્રિલ અને મે મહિનામાં થઈ હતી.
એપીએમસી ફળ બજારના ડાયરેક્ટર સંજય પાનસરેએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટના અંત સુધી કેરીની આવક ચાલુ રહી હતી એટલે લોકો લાંબો સમય સુધી કેરીનો સ્વાદ માણી શક્યા હતા. હવે નવેમ્બરમાં આફ્રિકાના મલાવીની કેરીઓ આવવા માંડશે.
૨૦૨૪માં કેરીની સીઝન ૬ઠ્ઠી નવેમ્બરે કેરળની આફૂસની પહેલી પેટી એપીએમસીમાં આવી તેની સાથે શરૃ થઈ હતી. જોકે કેરીની નિયમિત આવક ફેબુ્રઆરીથી શરૃ થઈ હતી અને ઓગસ્ટના અંત સુધી ચાલુ રહી હતી.