Get The App

આજે થર્ટી ફર્સ્ટ નાઈટ માટે મુંબઈગરા સજ્જ, પોલીસ સતર્ક

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
આજે થર્ટી ફર્સ્ટ નાઈટ માટે મુંબઈગરા સજ્જ, પોલીસ સતર્ક 1 - image


12 હજાર પોલીસો માર્ગો પર ખડકાશે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ઝુંબેશ 

મહાનગરની હોટલો ઉપરાંત આસપાસના રિસોર્ટસ, અલીબાગ, લોનાવાલા સહિતના સ્થળોએ પાર્ટીઓનાં આયોજન

પોલીસ ઠેર ઠેર નાકાબંદી કરશે, રેવ પાર્ટીઓ પર ખાસ નજર

મુંબઈ  -  આવતીકાલે થર્ટી ફર્સ્ટ નાઈટ માટે મુંબઈગરાં થનગની રહ્યા છે. શહેરમાં તથા ઉપનગરોમાં અનેક હોટલોમાં રાતભર પાર્ટીઓનું આયોજન કરાયું છે. અનેક મુંબઈગરા વિરાર, કરજત તથા પનવેલના ફાર્મ હાઉસીસ તથા રિસોર્ટસમાં પણ પાર્ટી કરવાના છે. કેટલાય લોકો અલીબાગ તથા લોનાવાલા પણ પહોંચવાના છે. બીજી તરફ થર્ટી ફર્સ્ટ નાઈટ માટે પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. ૧૨ હજારથી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓનો કાફલો રાતભર શહેરના માર્ગો પર હાજર રહેશે. ઠેર ઠેર નાકાબંધી કરાશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ખાસ ઝુંબેશ ચલાવાશે. 

વર્ષ ૨૦૨૪નાં સમાપન અને  ૨૦૨૫નાં આગમન માટે શહેરીજનોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. હોટલોની પાર્ટીઓના બૂકિંગ હાઉસફૂલ થઈ ગયાં છે. બીજી તરફ અનેક સોસાયટીઓએ પોતાનાં કોમ્પ્લેક્સમાં પણ  ડીજે નાઈટ સહિતનાં આયોજનો કર્યાં છે. નવાં વર્ષને વધાવવા માટે મરીન ડ્રાઈવ, ગેટ વે ઓફ ઈન્ડિયા સહિતનાં સ્થળોએ પણ મધરાતે જંગી મેદની ઉમટે તેવી ધારણા છે. 

  પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા વર્ષમાં સુરક્ષા માટે ૧૨ હજાર પોલીસકર્મી તૈનાત હશે, એમાં મહિલા પોલીસનો પણ સમાવેશ છે. . પ્રાઇવેટ પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન મોટાપાયે થઈ રહ્યું છે, તેના પર ખાસ ધ્યાન રાખવામાં આવશે ડ્રગ્સ પાર્ટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક ગ્રામ હોય કે તેથી વધુ ડ્રગ હશે તેના પર જરૃરી કાર્યવહી કરાશે. નશીલો પદાર્થ વેચનાર અને ખરીદનાર બન્ને સામે કડક પગલા ભરવામાં આવશે. નશામાં ડ્રાઇવિંગ સામે વિશેષ અભિયાન ચાલુ છે. ૮૦૦ વાહન જપ્ત કરવામાં આવ્યા છે. નાગરિકોએ પણ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. નાર્કોટિક્સ વિભાગ અને અન્ય એન્જસી રેવ પાર્ટીઓ તથા ખાનગી પાર્ટીઓ પર નજર એમ જણાવાયું હતું. 

 જાહેર સ્થળોએ અવ્યવલસ્થા ઊભી કરવી, મહિલાઓ સાથે ગેરવર્તન, દારૃનું અનધિકૃત વેચાણ, ડ્રગ્સનું વેચાણ/સેવન કરનારા વિરુદ્ધ જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



Google NewsGoogle News