મુંબઈગરાઓને મતદાર યાદીમાં તેમના નામ ચકાસી લેવા આગ્રહ
નામ ન હોય તો હજુ પણ નોંધાવી શકાશે
ચૂંટણી પંચની વેબસાઈટ તથા એપ મારફતે ચકાસણી થઈ શકશે
મુંબઈ : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી મતદાર યાદીમાં જેમનાં નામ ન હોય તેમને નામ નોંધાવી લેવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે. આ માટે ખાસ વેબસાઈટ અને મોબાઈલ એપની તેમ જ હેલ્પલાઈન નંબરની જોગવાઈ કરવામાં આવી છે.
મુંબઈ શહેર જિલ્લા ક્ષેત્રમાં મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ-મધ્ય આ બે મતદાર સંઘ આવે છે. આ બે મતદાર સંઘમાં મતદારોની કુલ સંખ્યા ૨૪ લાખ ૫૯ હજાર ૪૪૩ છે. હજી પણ જેમણે મતદાર યાદીમાં નામ ન નોંધાવ્યા હોય એ વહેલી નામ નોંધાવી શકે માટે ચૂંટણી પંચ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોના નામની નોંધણી માટે ર્પાીજિ.ીબૈ.ર્યપ.ૈહ વેબસાઈટ ઉપર અથવા ર્પાીિ રીનૅનૈહી ર્સમૈની છૅૅ પર સંપર્ક કરવા માટે જણાવાયું છે. ઉપરાંત મતદારોની મદદ માટે ૧૯૫૦ ફોન નંબર અને ૦૨૨ ૨૦૮૨૨૬૯૩ હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ બે મતદાર સંઘો માટે ચૂંટણીનું કાર્ય પાર પાડવા માટે સાડાબાર હજાર અધિકારીઓ અને કર્મચારીઓ નિયુક્ત કરવામાં આવ્યાં છે.
મુંબઈમાં ૨૫૦૦થી વધુ મતદાન મથકો
- મુંબઈ શહેર વિસ્તારમાં એકંદર ૨૫૦૯ મતદાર કેન્દ્ર ઉભા કરાશે.
- સખી મહિલા મતદાન કેન્દ્ર - ૧૧
- નવયુવકો માટે મતદાન કેન્દ્ર - ૧૧
- સહાયકારી મતદાન કેન્દ્ર - ૮
- દિવ્યાંગજનનો માટે મતદાન કેન્દ્ર - ૮
- સંવેદનશીલ વિસ્તારના મતદાર કેન્દ્ર - ૮૯
૧૩ લાખ મહિલા તથા ૧૧ લાખ પુરુષ મતદારો
પુરૃષ મતદારો- ૧૩ લાખ ૨૮ હજાર ૫૨૦
મહિલા મતદારો- ૧૧ લાખ ૩૦ હજાર ૭૦૧
તૃતીયપંથી મતદારો- ૨૨૨
દિવ્યાંગ મતદાર-૫૮૧૦