મુંબઈમાં હજુ 4 દિવસ તીવ્ર ગરમી સાથે બફારો રહેશેઃ યલો એલર્ટ જારી

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં હજુ 4 દિવસ  તીવ્ર ગરમી સાથે બફારો  રહેશેઃ  યલો એલર્ટ જારી 1 - image


અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી  ઠલવાતો પુષ્કળ ભેજ

 નાગપુરમાં ગાજવીજ સાથે વરસાદ, કરા પણ પડયાઃ મરાઠવાડ-વિદર્ભમાં તોફાની વરસાદ ચાલુ રહેશે

મુંબઇ :   હવામાન વિભાગા પાંચ દિવસ(૨૨થી ૨૬,એપ્રિલ) દરમિયાન કોંકણની આખી સમુદ્રપટ્ટી પરનાં મુંબઇ,થાણે,રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ માટે હોટ એન્ડ હ્યુમીડ(ગરમી અને ભેજયુક્ત વાતાવરણ --બફારો)ની યલો એલર્ટ જાહેર કરી છે.સાથોસાથ મધ્ય  મહારાષ્ટ્ર, મરાઠવાડા,વિદર્ભમાં પણ આ જ પાંચેક દિવસ દરમિયાન મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તીવ્ર પવન સાથે વરસાદ અને કરા પડાવાનો ભારે તોફાની માહોલ સર્જાવાનો વરતારો જારી કર્યો છે. 

 મુંબઇગરાં માટે ૨૦૨૪નો ઉનાળો  કદાચ અગાઉના વર્ષના ઉનાળાની સરખામણીએ વધુ આકરો અને બળબળતો રહે તેવાં કુદરતી લક્ષણો વરતાઇ રહ્યાં છે. આમ પણ વિશ્વ હવામાન સંગઠનના વરતારા મુજબ ૨૦૨૩નું વર્ષ સૌથી હોટ રહ્યું  છે. 

હવે  ૨૦૨૩ના ઉનાળાની સરખામણીએ ૨૦૨૪નો ઉનાળો કદાચ વધુ બળબળતો રહે તેવાં  કુદરતી પરિબળો  ઘુમરાઇ રહ્યાં છે. એટલે કે ૨૦૨૪ના ફેબુ્રઆરીમાં જ  મુંબઇગરાંને હોટ હોટ ઉનાળાનો સંકેત મળી ગયો છે.

૨૫--ફેબુ્રઆરીએ  મુંબઇના  સાંતાક્રૂઝમાં  મહત્તમ તાપમાન ૩૫.૭, ૨૬,ફેબુ્રઆરીએ ૩૭.૫,૨૯,ફેબુ્રઆરીએ ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉનું ઉનું નોંધાયું હતું. માર્ચમાં તો જાણે કે  મુંબઇમાં ઉનાળો રીતસર શરૃ થઇ ગયો હોય તેમ  ૯, માર્ચે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૫.૨ અને ૨૧, માર્ચે મહત્તમ તાપમાન વધીને ૩૮..૮ ડિગ્રી સેલ્સિયસ જેટલું બળબળતું  રહ્યું હતું.

આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે ૧૫ એપ્રિલે(સાંતાક્રૂઝ)૩૭.૯ ડિગ્રી) અને ૧૬,એપ્રિલે (૩૯.૭ ડિગ્રી)  મુંબઇમાં ઉનાળાની પહેલી હીટવેવ અને સિવિયર હીટવેવ જાહેર કરી હતી. મુંબઇગરાં એમ કહો કે રીતસર હેબતાઇ ગયાં હતાં. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ---- અને લઘુત્તમ તાપમાન ----- ડિગ્રી ,જ્યારે સાતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ----- અને લઘુત્તમ તપમાન ----- ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ---- ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ---- ટકા રહ્યું હતું. આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં મહત્તમ તાપમાન -------- ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ----- ડિગ્રી રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ  ગુજરાત સમાચારને એવી માહિતી  આપી હતી કે હાલ મુંબઇ પર  ઉત્તર -પશ્ચિમ -- ઉત્તર દિશાના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહ્યા છે.વળી,ઉત્તર -પશ્ચિમના આ પવનો તેની સાથે ગરમી પણ લેતા આવે છે. સાથોસાથ,હાલ અરબી સમુદ્રમાંથી અને બંગાળના ઉપસાગરમાંથી મહારાષ્ટ્ર પર ભેજનો વિપુલ  જથ્થો પણ ઠલવાઇ રહ્યો છે.ઉપરાંત,હાલ છત્તીસગઢથી વિદર્ભ થઇને કેરળ સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો  સર્જાયો છે. સાથોસાથ, આકાશમાં આટલા જ અંતરે બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી  ટક્કર પણ થઇ રહી છે. 

આવાં એક કરતાં વધુ કુદરતી પરિબળોની ભારે અસરથી  આજથી આવતા પાંચેક  દિવસ દરમિયાન કોંકણની સમગ્ર સમુદ્રપટ્ટી (મુંબઇ,થાણે, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં ગરમી,ઉકળાટ,બફારાનો માહોલ(યલો એલર્ટ)  સર્જાય તેવી શક્યતા છે. ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,અહમદનગર, જળગાંવ,પુણે,કોલ્હાપુર, સાતારા, સાંગલી,સોલાપુર),  મરાઠવાડા(જાલના,પરભણી,બીડ,હિંગોળી,નાંદેડ,લાતુર),વિદર્ભ(અકોલા, અમરાવતી, ભંડારા,બુલઢાણા,ચંદ્રપુર,ગઢચિરોળી,નાગપુર,વર્ધા,વાશીમ, યવતમાળ --- યલો એલર્ટ)માં મેઘગર્જના, વીજળીના પ્રચંડ ચમકારા, તીવ્ર પવન સાથે વરસાદ --કરા પડવાનો તોફાની માહોલ સર્જાવાની સંભાવના છે.

હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)નાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે આજે  નાગપુર સહિત આજુબાજુના પરિસરમાં  બપોરે એક વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સાથોસાથ કરાનું તોફાન પણ થયું હતું.પરિણામે વાતાવરણમાં આછેરી ઠંડક પ્રસરી હતી.



Google NewsGoogle News