મુંબઈ યુનિવર્સિટી મંગળવારની રદ્દ થયેલી પરીક્ષાઓ 18મીએ લેશે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
મુંબઈ યુનિવર્સિટી મંગળવારની રદ્દ થયેલી પરીક્ષાઓ 18મીએ લેશે 1 - image


મંગળવારની પરીક્ષા રદ્દ કરાવી વરસાદ ગાયબ

માત્ર એમએમએસ સેમેસ્ટર-2ની પરીક્ષા 20મી જુલાઈએ લેવાશે : પરીક્ષા વિભાગ 

મુંબઇ : મુંબઈમાં તા.૯ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને કારણે મુંબઈ  યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન (સીડીઓઈ) પૂર્વેના આઈડૉલે મંગળવારની તમામ પરીક્ષાઓ તાત્પુરતી મોકૂફ કરી તે ૧૮મી જુલાઈએ લેવાનું જાહેર કર્યું છે.

મુંબઈ યુનિવર્સિટીના સીડીઓઈનાપરીક્ષા વિભાગ દ્વારા મુંબઈ, રત્નાગિરી, પનવેલ, સિંધુદુર્ગ વગેરે વિસ્તારોમાં આજે ૦૯ જુલાઈના રોજ એફવાયબીએ અને એફવાયબીકોમ સેમેસ્ટર-૧ની પરીક્ષા સવારના સત્રમાં ૧૧ થી બપોરે ૨ દરમ્યાન તો એફવાયબીએસસી (આઈટી) સેમેસ્ટર-૨ની પરીક્ષા સવારે ૧૧ થી બપોરે ૧.૩૦ સુધી યોજી હતી. તેજ રીતે  એફવાય (બીએએફ) સેમેસ્ટર-૧, એફવાયબીએસસી (સીએસ) સેમેસ્ટર-૨ની પરીક્ષા બપોરે ૩ થી ૫ દરમ્યાન અને એમએમએસ સેમેસ્ટર-૨ની પરીક્ષા સવારે ૧૧થી ૨ દરમ્યાન યોજી હતી. જોકે આમાંની એમએમએસ સેમેસ્ટર-૨ની પરીક્ષા હવે ૨૦મી જુલાઈએ લેવાશે. જ્યારે બાકીની તમામ પરીક્ષાઓ ૧૮મી જુલાઈએ લેવાનું યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. જોકે પરીક્ષાનો સમય અને સ્થળ બંનેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

સોમવારે થયેલાં ભારે વરસાદ અને મંગળવારે પણ વરસાદના વરસવાની આગાહી બાદ સોમવારે મોડી રાત્રે યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ કરવામાં આવી રહી હોવાનું જાહેર કર્યું હતું. જેની નવી તારીખો સાથેનું ટાઈમટેબલ મંગળવારે યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું.  



Google NewsGoogle News