મુંબઈ યુનિવર્સિટીના ઉનાળુ સત્રની પરીક્ષાની તારીખો જાહેર
439 કેન્દ્રો પર 1.39 લાખ વિદ્યાર્થી
સીટ નંબર અને પરીક્ષા કેન્દ્રની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ
મુંબઈ : નવા વર્ષના સ્વાગત સાથે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું ટેન્શન રહેતું હોય છે એવામાં દસમા અને બારમાની પરીક્ષાઓ જાહેર થઈ ગયા બાદ હવે મુંબઈ યુનિવર્સિટીના ઉનાળુ સત્રની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે.
પરીક્ષામાં એક લાખ ૩૮ હજાર વિદ્યાર્થીઓ બેસવાના છે. આ અનુસાર બીકોમની સત્ર છની પરીક્ષા ૧૮ માર્ચથી અને બીએસસી સત્ર છની અને બીએની સત્ર છની પરીક્ષા ૨૬ માર્ચથી શરૃ થાય છે. સીટ નંબર અને પરીક્ષા ખંડની માહિતી વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. મુંબઈના ૪૩૯ પરીક્ષા કેન્દ્રો પર ૧.૩૮ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.
બીએસસી આઈટી સત્ર છની પરીક્ષા ૨૬ માર્ચ, વાણિજ્ય અને વ્યવસ્થાપન વિદ્યાશાખા હેઠળ સ્વયંર્થસહાયિત વિષયની પરીક્ષા ૧૮ માર્ચે, બીએમએમ અને બીએએમએમસી સત્ર છની પરીક્ષા ૨૬ માર્ચથી લેવામાં આવશે.
ડિજીટલ યુનિવર્સીટી પોર્ટલ પર ત્રણ મહિના પૂર્વે જ વિદ્યાર્થીઓને સીટ નંબર અને પરીક્ષા કેન્દ્ર તથા પરીક્ષાની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરી દેવાઈ છે.