મુંબઇને સ્લમ મુક્ત કરવાનું વિઝન હોવું જોઈએઃ બોમ્બે હાઇકોર્ટ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
મુંબઇને સ્લમ મુક્ત કરવાનું વિઝન હોવું જોઈએઃ બોમ્બે હાઇકોર્ટ 1 - image


ઝૂપડાં ધારકો બિલ્ડરોની મનમાનીના ભોગ બની રહ્યા છે

ભવિષ્યની પેઢીઓનો વિચાર કરો, ૧૦૦ વર્ષ પછી શું ફક્ત બહુમાળી ઈમારતો જ રહેશે? આપને ખુલ્લી જગ્યાની જરુર નથી ?ે

મુંબઇ: મુંબઇને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું વિઝન હોવું જોઇએ તેવું બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે રિડેવેલોપમેન્ટના એક કેસની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું.  ઝૂપડાં ધારકો બિલ્ડરોની મનમાનીનો ભોગ બની રહ્યા છે તે બાબતે જસ્ટિસ જીએસ કુલકર્ણી અને જસ્ટિસ સોમશેખર સુંદર સનની ડિવિઝન બેન્ચે ચિંતા દર્શાવી હતી.

મહારાષ્ટ્ર સ્લમ એરિયા એકટના કડક અને મજબૂત અમલીકરણ કરવું જોઇએ તેવું બેન્ચે કહ્યું હતું. કોર્ટે કહ્યું કે  મુંબઈની આંતરરાષ્ટ્રીય શહેર તરીકે ગણના થઇ રહી છે અને દેશની આર્થિક રાજધાની છે તેવા મુંબઇ શહેરને ઝૂંપડપટ્ટીમુક્ત કરવાનું વિઝન છે. શહેરમાં એકપણ ઝૂંપડપટ્ટી હોવી નહીં જોઇએ. તે વિઝન સાકાર કરવામાં આ કાયદો મદદરૂપ બનશે.

મહારાષ્ટ્ર સ્લમ એરિયાની જોગવાઇઓનું અમલીકરણ સરકારે કરવું જોઇએ. આ કાયદાના અમલીકરણ બાબતમાં સુપ્રીમ કોર્ટે કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ગત સપ્તાહમાં આ કાયદાના 'પર્ફોમેન્સ ઓડિટ' (કામગીરીનું ઓડિટ) કરવા બેન્ચની રચના કરવા હાઇકોર્ટને નિર્દેશ આપવામાં આવ્યા હતા. ભવિષ્યની પેઢીઓને મુશ્કેલીઓ નહીં  સર્જાય તેવા સસ્ટેનેબલ તેવા સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ (ટકાઉ વિકાસ) કરવા પર બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે ભાર મૂક્યો હતો. કોર્ટે સરકાર, સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી તથા અન્ય પક્ષકારોન તા. ૨૦મી સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા કહ્યું હતું. 

કોર્ટે પૂછયું હતું ભવિષ્યની પેઢીઓનો વિચાર કરો. ૧૦૦ વર્ષ પછી શું થશે? શું ફક્ત બહુમાળી ઇમારતો જ રહેશે? શું  ખુલ્લી જગ્યાઓની આપણને જરૂરત નથી?કોર્ટે કહ્યું ખુલ્લી જગ્યા  વિના ફક્ત   કોન્ક્રીટ જંગલ ન  હોવું જોઇએ. ઝૂંપડપટ્ટીવાસીઓનો દુર્દશાની અમને ચિંતા છે. ઝૂંપડપટ્ટીવાસીઓને ડેવેલોપરની મરજી પર છોડી નહીં શકાય. તેમને મામૂલી હિસ્સો મળે છે. ડેવેલોપરોનો કામ કરવાનો ઇરાદો નથી તેમનો ભોગ ઝૂંપડપટ્ટી નિવાસીઓ બને છે.

સ્લમ રિડેવેલોપમેન્ટ પ્રોજેક્ટસમાં વિલંબ અને કન્સ્ટ્રક્શન વર્કની ગુણવત્તા બાબતમાં  બેન્ચે ચિંતા  દર્શાવી હતી. આવી પરિસ્થિતિમાં સરકાર અને સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) મૂક દર્શક બની રહે છે. તેવું ખંડપીઠે અવલોકન કર્યું હતું. બેન્ચે કહ્યું કે ડેવેલોપરની નિમણૂક કરી કરવામાં આવે અને પ્રોજેક્ટ અટકી પડે તેવી પરિસ્થિતિ સર્જાવી નહી જોઇએ. મહારાષ્ટ્ર સ્લમ એરિયા એકટનો આ હેતુ નથી. અન્ય રાજ્યોમાંથી અથવા રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવતા શ્રમિકો માટે ભાડાના ઘરો અથવા ટેનામેન્ટ પોલીસી બનાવવા સરકારે વિચારવું જોઇએ.

મહારાષ્ટ્ર સ્લમ એરિયા એકટ સંબંધી ૧૬૦૦થી વધુ કેસ બોમ્બે હાઇકાર્ટ ૩૦મી જુલાઇએ હાઇકોર્ટને પર્ફોમન્સ ઓડિટ કરવા 'સ્યુઓ મોટો' (સ્વમેળે ) બેન્ચની રચના કરવા નિર્દેશ આપ્યા હતા.



Google NewsGoogle News