Get The App

65000 કરોડ રૃપિયા સુધી પહોંચી શકે છે મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
65000 કરોડ રૃપિયા સુધી પહોંચી શકે છે મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ 1 - image


ચોથી ફેબુ્રઆરીએ  કમિશનર વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરશે

ચૂંટણીને ધ્યાનમાં રાખીને  કરવેરા  ઝીંકવાનું જોખમ લેવાશે કે નહીં?

મુંબઈ  - દેશની શ્રીમંત ગણાતી મુંબઈ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬ નું નાણાકીય બજેટ ૪ ફેબ્આરીએ પાલિકાના કમિશનર રજૂ કરશે.જેમાં નાગરિક સુવિધાઓ પૂરી પાડતા પાલિકાના બજેટ પાસેથી મુંબઈગરોને ઘણી અપેક્ષાઓ છે.જોકે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં જુના કરવેરામાં વધારો તથા નવા કરવેરા મુંબઈગરાના માથેઝીકવાનુંજોખમ પાલિકાના કમિશનરભૂષણ ગાગરાની નહીં લે એવી શક્યતા  છે

સૂત્રોનું કહેવું છે કે આ બજેટ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો પ્રભાવ જોવા મળી શકે છે. પાલિકાએ  ૨૦૨૪-૨૫ માટે રૃ ૫૯૯૫૪.૭૫ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. નિષ્ણાતો કહે છે કે પાલિકાનું બજેટ ૨૦૨૫-૨૬માંરૃ.૬૫,૦૦૦ કરોડ રૃપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે ૧૦ટકા બજેટમાં વધારો અપેક્ષિત છે.

બજેટની તૈયારીમાં પાલિકાએ નાગરિકો પાસેથી સૂચનો અને વાંધા માંગ્યા હતા, જેને અત્યાર સુધીમાં લગભગ ૨૭૦૦  પ્રતિભાવો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રતિભાવોમાંથી ઘણા બેસ્ટની બસ સેવાઓની બગડતી સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બજેટમાં મોટા પ્રોજેક્ટની જાહેરાતો થવાની શક્યતા ઓછી છે. 

પાલિકાએ આવકનો ોત વધારવા માટેના  અમે પ્રોપર્ટી ટેક્સમાં સુધારો, કોમશયલ ઝૂંપડપટ્ટીઓ માટે પ્રોપર્ટી ટેક્સ લાદવા, પાલિકા પ્રોપર્ટીના પુનઃવિકાસમાંથી પ્રીમિયમને ફરીથી શેડયૂલ કરવા અને પાલિકા પોતાના પ્લોટની ખાનગી પાર્ટીઓને આપવા માટે હરાજી કરવા જેવા પગલાં વિચારી રહ્યા છીએ ,એમ  અધિકારીએ જણાવ્યું હતું.જો કે, ત્રણ વર્ષના વિલંબ પછી મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાવાની સંભાવના હોવાથી, આગામી બજેટમાં નવા કરની રજૂઆત પાલિકા માટે નોંધપાત્ર પડકાર બની શકે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું

પ્રોપર્ટી  ટેક્સ માર્ગદશકા મુજબ, પાલિકાને દર પાંચ વર્ષે ટેક્સમાં સુધારો કરવાની છૂટ છે, પરંતુ તેણે સ્થાયી સમિતિ અને પાલિકા સભા ગૃહના વિરોધને પગલે  અને કોરોનારોગચાળાને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં ટેક્સ વધારવાનું ટાળ્યું હતું. પાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં ૧૬ ટકા વધારાની દરખાસ્ત કરતો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે,અમે ભંડોળ વધારવા માટે અમારા વર્તમાન આવકના ોતોને મજબૂત બનાવવાનું વિચારી રહ્યા છીએ, જે ચાલુ પ્રોજેક્ટ્સ માટે ભાવિ ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવા જરૃરી છે.

પાલિકાની ખાલી તિજોરીમાં પૈસા ક્યાંથી આવશે કમિશનર ગગરાણી માટે તેની જોગવાઈ કરવી એ સૌથી મોટો પડકાર છે, કારણ કે અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે પાલિકાએ ફિક્સ ડિપોઝિટમાંથી પૈસા ઉપાડવા પડે છે. વર્ષ ૨૦૨૨માં પાલિકાની ફિક્સ્ડ ડિપોઝિટ રૃ. ૯૧,૬૯૦ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૩માં અંદાજે રૃ. ૫૦૦૦ કરોડ ઘટીને રૃ.૮૬૪૧૦  કરોડ અનેવર્ષ ૨૦૨૪માં રૃ.૮૦ હજાર કરોડ થઈ ગઈ છે. આથી પાલિકા ચિંતામાં પડી છે.

કોરોના સંકટ પછી પાલિકાએ મુંબઈગરા પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. તે જ સમયે, મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ સુધી ફેલેટ પરનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે, જેના કારણે પાલિકાને દર વર્ષે ૪૫૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગગરાણીએ બજેટમાં એવી જોગવાઈઓ કરવી પડશે, જેનાથી પાલિકાની તિજોરીમાં વધારાની આવક વધશે.

પાલિકાએ મુંબઈમાં લગભગ બે લાખ કરોડ રૃપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. પાલિકાએ કમિશનરે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાલિકાના બજેટમાં ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ, રસ્તાઓનું સમારકામ, શક્ય તેટલી વહેલી તકે રસ્તાઓનું સિમેન્ટિંગ, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા માટે બનાવવામાં આવી રહેલી ટનલને પૂર્ણ કરવા, દરિયાકાંઠાની વિશેષ જોગવાઈઓ છે. બજેટમાં દહિસર સુધીના રસ્તાને લંબાવવા, શિક્ષણનું સ્તર વધારવા, મેદાનો અને બગીચાઓની સ્થિતિ સુધારવાની અપેક્ષા છે. આ ઉપરાંત પાણીની પાઈપલાઈનનું સમારકામ, પુલનું સમારકામ અને ગટરના સુધારણા માટે પણ જાહેરાતો અપેક્ષિત છે. હોસ્પિટલોમાં વધુ સારી સુવિધાઓ, દવાખાનાના વિસ્તરણ, ટેસ્ટિંગ લેબમાં વધારો, હોસ્પિટલોના વિસ્તરણ અને આધુનિકીકરણ અંગે કમિશનરે બજેટમાં ઘણી પહેલ કરી શચકે છે.

પાલિકા તેના બજેટનો મોટો ભાગ વિકાસ યોજનાઓ પર ખર્ચે છે. તેની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. છેલ્લા ૮વર્ષમાં પાલિકાના બજેટમાં મૂડી ખર્ચ સાત ગણાથી વધુ વધી ગયો છે. વર્ષ૨૦૧૭-૧૮ના બજેટમાં મૂડી ખર્ચ બજેટના ૨૫% હતો. જે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વધીને લગભગ ૫૩% થયો. ઘણા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે, આ વર્ષના બજેટમાં પણ મૂડી ખર્ચમાં પાંચથી ૧૦% વધારો થવાની ધારણા છે, કારણ કે પાલિકાએ મોટા પાયે પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર જારી કર્યા છે.

અત્રેઉલ્લેખનીય છે કેપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષનાબજેટમાં વિવિધ વિકાસના કામ પાછળ લગભગ રૃ ૩૬ હજાર કરોડની જોગવાઈ કરી હતી. તેમાંથી ૩૧ ડિસેમ્બર સુધી રૃ.૧૮,૯૯૧કરોડનો ખર્ચ કરાયો છે. લગભગ ૬૦  ટકા ખર્ચ થયો છે.જેમાં સૌથી વધુ ખર્ચ મુંબઈમાં ફ્લાયઓવર, રોડ, કોસ્ટલ રોડ, વોટર સપ્લાય પ્લાનિંગ અને પ્રોજેક્ટ વગેરે પર કરવામાં આવ્યો છે.   

બજેટની તૈયારીમાં પાલિકાએ નાગરિકો પાસેથી સૂચનો અને વાંધા માંગ્યા હતા, જેને અત્યાર સુધીમાં લગભગ ૨૭૦૦  પ્રતિભાવો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રતિભાવોમાંથી ઘણા બેસ્ટની બસ સેવાઓની બગડતી સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે બજેટમાં મોટા પ્રોજેક્ટની જાહેરાતો થવાની શક્યતા ઓછી છે. 

      પાલિકાએ આવકનો ોત વધારવા માટેના  અમે પ્રોપર્ટી ટેક્સમાં સુધારો, કોમશયલ ઝૂંપડપટ્ટીઓ માટે પ્રોપર્ટી ટેક્સ લાદવા, પાલિકા પ્રોપર્ટીના પુનઃવિકાસમાંથી પ્રીમિયમને ફરીથી શેડયૂલ કરવા અને પાલિકા પોતાના પ્લોટની ખાનગી પાર્ટીઓને આપવા માટે હરાજી કરવા જેવા પગલાં વિચારી રહ્યા છીએ ,એમ  અધિકારીએ જણાવ્યું હતું.જો કે, ત્રણ વર્ષના વિલંબ પછી મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાવાની સંભાવના હોવાથી, આગામી બજેટમાં નવા કરની રજૂઆત પાલિકા માટે નોંધપાત્ર પડકાર બની શકે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

પ્રોપર્ટી ટેક્સ માર્ગદશકા મુજબ, પાલિકાને દર પાંચ વર્ષે ટેક્સમાં સુધારો કરવાની છૂટ છે, પરંતુ તેણે સ્થાયી સમિતિ અને પાલિકા સભા ગૃહના વિરોધને પગલે  અને કોરોનારોગચાળાને કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં ટેક્સ વધારવાનું ટાળ્યું હતું. પાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં ૧૬ ટકા વધારાની દરખાસ્ત કરતો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે,અમે ભંડોળ વધારવા માટે અમારા વર્તમાન આવકના ોતોને મજબૂત બનાવવાનું વિચારી રહ્યા છીએ, જે ચાલુ પ્રોજેક્ટ્સ માટે ભાવિ ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવા જરૃરી છે.

અત્યાર સુધી સુધી મહત્વના વિકાસ કામો પર ખર્ચ

રોડ અને ટ્રાન્સપોર્ટઃ- રૃ.૧૯૯૩ કરોડ (જોગવાઈ -    રૃ.૩૪૦૦કરોડ)

સ્ટોમ વોટર ડ્રેનેજ ઃ - રૃ .૯૫૩ કરોડ (જોગવાઈ-  રૃ.૧૯૩૦ કરોડ)

કોસ્ટલ રોડ  ઃ -૧૭૭૫ કરોડ ર (જોગવાઈ -   રૃ.૨૯૦૦ કરોડ)

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડઃ - ૫૦૦  કરોડ (જોગવાઈ - ૧૮૭ કરોડ)

સોલિડ વેસ્ટ વિભાગ ઃ -૨૦૪ કરોડ (જોગવાઈ- રૃ.૨૩૦ કરોડ)

ાણીબાગ ઃ -૨.૦૨ કરોડ (જોગવાઈ ૭૪ કરોડ)

પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ મેગા પ્રોજેક્ટ

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ ફેઝ ૨- વર્સોવા થી દહિસરઃ  રૃ.૧૬,૬૨૧  કરોડ.

દહિસર-ભાઈંદર લિંક રોડઃ  રૃ.૩,૩૦૪  કરોડ.

સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અપગ્રેડેશન - રૃ. ૨૭૦૦૦ કરોડ

રસ્તાઓનું કોંક્રિટીકરણ - રૃ. ૧૨૦૦૦ કરોડ

જીએમએલઆર ટ્વીન ટનલ - રૃ.૬,૩૨૨  કરોડ

મઢથી વર્સોવા બ્રિજ - રૃ. ૧૮૦૦ કરોડ



Google NewsGoogle News