Get The App

મુંબઈ મહાપાલિકાની હોળી માટે વૃક્ષો કાપવા સામે ચેતવણી

Updated: Mar 1st, 2023


Google NewsGoogle News
મુંબઈ મહાપાલિકાની હોળી માટે વૃક્ષો કાપવા સામે ચેતવણી 1 - image


અનધિકૃત રીતે વૃક્ષ કાપનારાને દંડ તથા જેલની સજા થઈ શકે

મુંબઈ :      હોળીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારનું વૃક્ષ કાપવું નહીં, અન્યથા અનધિકૃત રીતે વૃક્ષો તોડનારાઓને દંડ અને જેલ થઈ શકે છે એવી  ચેતવણી મુંબઈ મહાપાલિકાએ આપી છે. 

ગેર કાયદેસર વૃક્ષ કાપવા બદલઓછામાં ઓછા એક હજાર રૃપિયાથી પાંચ હજાર રૃપિયા સુધીનો દંડ અને દરેક ગુના માટે એક અઠવાડિયાથી એક વર્ષની જેલ થઈ શકે છે.અનધિકૃત રીતે વૃક્ષો કાપવું એ ગુનો છે.

    તમામ નાગરિકોને 'હોળી'ના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના વૃક્ષો ન કાપવા વિનંતી કરવામાં આવે છે.  મહારાષ્ટ્ર (શહેરી વિસ્તારો) ટ્રી પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન એક્ટ, ૧૯૭૫ની જોગવાઈઓ હેઠળ, ટ્રી ઓથોરિટીની પૂર્વ પરવાનગી વિના કોઈપણ વૃક્ષને કાપવા અથવા તેને કાપવા માટે કલમ ૨૧ હેઠળ ગુનો છે.  

  અનધિકૃત રીતે વૃક્ષો કાપવા પર ઓછામાં ઓછા એક હજાર રૃપિયાથી લઈને પાંચ હજાર રૃપિયા સુધીનો દંડ અને દરેક ગુના માટે એક સપ્તાહથી એક વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે.

 જો વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાનું જણાય તો જાગૃત નાગરિકોએ પાલિકાની વિભાગની કચેરીના ગાર્ડન વિભાગના અધિકારીઓ અને પાલિકા વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવી જોઈએ.



Google NewsGoogle News