Get The App

સમગ્ર મહારાષ્ટ્રમાં મેલેરિયાનો સૌથી વધુ ઉપદ્રવ મુંબઈમાં

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
સમગ્ર મહારાષ્ટ્રમાં મેલેરિયાનો સૌથી વધુ ઉપદ્રવ મુંબઈમાં 1 - image


10 મહિનામાં 6491 દરદી : 5ના મોત

મુંબઈ ઉપરાંત સમગ્ર મેટ્રોપોલિટન રિજિયનમાં પણ મેલેરિયાના મહત્તમ કેસો

મુંબઈ :  મલેરિયા ફેલાવતા મચ્છરોએ મુંબઈ ઉપર જાણે કેર વર્તાવ્યો છે. આખા રાજ્યમાં મલેરિયાના વધુમાં વધુ દરદી મુંબઈમાં નોંધાય છે. બીએમસીના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ જાન્યુઆરીથી ઓક્ટોબર દરમ્યાન મુંબઈમાં મલેરિયાના ૬૪૯૧ કેસ નોંધાયા હતા. મુંબઈમાં મલેરિયાએ પાંચ જણનો ભોગ લીધો હતો.

મલેરિયાની બીમારી માદા અનોફેલીસ મચ્છર કરવાથી થાય છે, માણસને ડંખ મારીને મચ્છર પ્લાઝમોડિયમ નામક પરોપજીવી જીવાણુને શરીરમાં ઉતારી દે છે. આ પ્લાઝમોડિયમને કારણે મલેરિયા થાય છે.

મુંબઈ જેવાં શહેરોમાં બાંધકામની જગ્યાએ ભરી રાખવામાં આવતા પાણી, વોટર ટેન્ક, જ્યાં પાણીની અછત હોય એવા વિસ્તારમાં લોકો તરફથી ડ્રમમાં ભરી રાખવામાં આવતા પાણીમાં મલેરિયા અને ડેંગ્યૂના મચ્છરો પેદા થતા હોય છે.

મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી સતત ચેતવણી આપવામાં આવતી હોવા છતાં મલેરિયાના મચ્છરોનો પ્રાદુર્ભાવ થાય એવાં બ્રિડિંગ સ્પોટ મુંબઈમાં અનેક વિસ્તારોમાંથી મળી આવ્યા છે. પાણી ભરીને રાખવામાં આવતું હોય અથવા તો કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કે પછી ખાડામાં વરસાદનું પાણી ભરાયું હોય એમાં મચ્છરો પેદા થાય છે. કોઈ વિસ્તારમાંથી મલેરિયાના દરદી નોંધાય એટલે તરત જ પાલિકાની ટીમ ત્યાં પહોંચી જાય છે અને જ્યાં પાણી ભરાયેલું હોય એવાં બિલ્ડિંગ સ્પોટ નષ્ટ રે છે, જંતુનાશક દવાનો છંટકાવ કરે છે અને જંતુનાશક ધૂમ્રએર (ફોગિંગ) પણ છોડે છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ૯૯૦૯ લોકો મલેરિયાગ્રસ્ત બન્યા હતા. આમાં મુંબઈમાં ૬૪૯૧, પનવેલમાં ૭૯૧, થાણેમાં ૬૪૭, નવી મુંબઈમાં ૫૮૬, રાયગઢમાં ૪૧૧, કલ્યાણમાં ૩૮૨, મીરા-ભાઈંદરમાં ૨૯૦, વસઈ-વિરારમાં ૮૫, ભિવંડીમાં ૭૨, પાલઘરમાં ૩૦ અને ઉલ્હાસનગરમાં ૧૫ દરદી મળી આવ્યાં હતા. એમ આરટીઆઈ દ્વારા મેળવવામાં આવેલી વિગતોને લીધે જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્રમાં ૧૦ દરદીનો ભોગ લીધો

મહારાષ્ટ્રમાં મલેરિયાને લીધે આ વર્ષે ૨૦ દરદી મૃત્યુ પામ્યા હતા. આમાં સૌથી વધુ ૧૧ દરદી ગઢચિરોલીમાં મોતને ભેટયા હતા. જ્યારે મુંબઈમાં પાંચ, ચંદ્રપુરમાં બે, ભંડારા-થાણેમાં એક-એક દરદીઓને મલેરિયાએ ભોગ લીધો હતો.



Google NewsGoogle News