મુંબઈ હીટવેવમાં દાઝ્યું, હજુ 2 દિવસ આવી જ તીવ્ર ગરમી રહેશે

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
મુંબઈ હીટવેવમાં દાઝ્યું, હજુ 2 દિવસ આવી જ તીવ્ર ગરમી રહેશે 1 - image


સામાન્ય કરતાં 5 ડિગ્રી તાપમાન વધી જતાં આકરી ગરમી

પૂર્વના પવનો ગરમી લાવ્યાઃ દરિયા પરથી  સવારે ઠંડી લ્હેરખી આવી જ નહીં : થાણેને રબાળેમાં તાપમાન 41 ડિગ્રી પહોંચી ગયું

મુંબઇ :  મુંબઇગરાંએ આજે બપોરે આ ઉનાળાનો પહેલો  પહેલો હીટ વેવ અનુભવ્યો હતો. આજે  બપોરે લગભગ ૧૧ વાગે પવન અતિ ગરમ ફૂંકાવા શરૃ થયા હોવાથી વાતાવરણ અત્યંત ઉનું ઉનું થઇ ગયું હતું. મુંબઇના અને નજીકનાં થાણે,રાયગઢના હવામાનમાં અચાનક જ મોટો પલટો  આવ્યો હતો. ગરમી અને ઉકળાટનું વધુ પ્રમાણ મુંબઇનાં પૂર્વનાં  પરાં ઘાટકોપર,મુલુંડ, પવઇમાં અને  પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધરીમાં રહ્યું હતું. હવામાન વિભાગે(મુંબઇ કેન્દ્ર) આજે ૧૫,એપ્રિલ  અને આવતીકાલે ૧૬,એપ્રિલ માટે મુંબઇ,થાણે, રાયગઢ માટે હીટ  વેવ પરિસ્થિતિની ચેતવણી (યલો એલર્ટ) જારી કરી હતી. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન  ૩૪.૭ અને લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન  ૩૭.૯ અને લઘુત્તમ તાપમાન   ૨૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે  મુંબઇના મહત્તમ તાપમાનમાં  છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૪.૦થી ૫.૦ ડિગ્રી જેટલો વધારો થયો હતો. 

આજે  થાણે જિલ્લાના રબાળેમાં ગરમીનો પારો ૪૧.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો હોટ હોટ નોંધાયો હોવાના સમાચાર મળે છે.

હજી ૧૩,એપ્રિલે કોલાબામાં મહત્તમ તાપમાન૩૨.૩ અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી રહ્યુ હતું. જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૨.૫ અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયું હતું. ૧૪,એપ્રિલે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૦ અને લઘુત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી રહ્યું હતું.  

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં  સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે   આજે  એવી ચેતવણી જારી કરી  હતી કે મુંબઇ, સહિત થાણે અને રાયગઢમાં હીટ વેવ( ગરમીનું મોજું) જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું  પ્રમાણ અત્યંત વધી  ગયું હતું. આમ તે મુંબઇમાં છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધુ  દિવસોથી  સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૦થી ૩૩.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું હોવાથી મુંબઇગરાંને ઘણી રાહત રહી હતી. ખાસ કરીને બપોરે ગરમી અને બફારાનો અનુભવ થતો નહોતો. 

આજે જોકે મુંબઇમાં અચાનક જ ગરમીનો પારો ૩૭.૯ ડિગ્રી સેલ્સિયસ જેટલો હોટ હોટ નોંધાયો  હતો, જે સામાન્ય તાપમાન કરતાં ૪ -૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો વધુ રહ્યો છે.

હવામાન વિભાગે એવી માહિતી પણ આપી હતી કે આજે મુંબઇ પર પવનો અચાનક જ પૂર્વ દિશામાંથી ફૂંકાવા શરૃ થયા છે.પૂર્વના આ પવનો તેની સાથે ગરમી પણ લેતા આવે છે.વળી,પૂર્વના ગરમ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા  હોવાથી તેની અસર પણ અત્યંત વધુ થઇ રહી છે.ઉપરાંત, આજે અરબી સમુદ્ર પરથી  આવતી પવનની લહેરખી(જેને સી બ્રીઝ કહેવાય છે) બપોરે ૧૨ ઃ ૦૦ બાદ  જમીન પર આવી રહી છે. ઉપરાંત, હાલ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની નજીકના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક  સર્ક્યુલેશન પણ સર્જાયું  છે.

હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે  હજી આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇ,થાણે,રાયગઢનાં સમુદ્ર કિનારાનાં સ્થળોએ  મહત્તમ તાપમાન  ૩૯.૦-- ૩૮.૦  ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ  જેટલું  નોંધાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. 

 રિયા કાંઠે સતત બે દિવસ ૩૭ ડિગ્રી રહે તો હીટ વેવ ઃ એર ટેમ્પરેચર ઈફેક્ટથી મુંબઈમાં ગરમી

ભારત હવામાન ખાતા દ્વારા જારી થયેલી વ્યાખ્યા મુજબ  કોઇપણ સ્થળે જમીનનું  તાપમાન સતત બે દિવસ સુધી ૪૦.૦ ડિગ્રી જેટલું ઉનું ઉનું નોંધાય તો તે પરિસ્થિતિ હીટ વેવ કહેવાય છે.સમુદ્ર કિનારાનાં સ્થળોએ મહત્તમ તાપમાન સતત બે દિવસ સુધી  ૩૭.૦ ડિગ્રી સેલ્સિયસ રહે તો ત્યાં હીટ વેવ કહેવાય છે.જ્યારે પર્વત વિસ્તારમાં મહત્તમ તાપમાન સતત બે દિવસ સુધી ૩૦.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાય તો ત્યાં હીટ વેવ કહેવાય છે.

મુંબઇ અરબી સમુદ્રના કિનારા પર વસેલું હોવાથી સામાન્ય રીતે ઉનાળામાં પણ  સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૦ --૩૩.૦ ડિગ્રી જેટલું રહે છે.  જોકે છેલ્લાં  થોડાં વરસોથી મુંબઇમાં  ઉનાળામાં પણ  સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ રહે છે.

 રિયા પરથી આવતી લહેરખી બપોરે ૧૨ઃ૦૦ બા  આવે તો ત્યાં સુધીમાં સૂર્યનાં તેજ કિરણોને કારણે  જમીનનું તાપમાન વધી જાય.જમીન પરની વરાળ આખા વાતાવરણમાં ફેંકાય અને પરિણામે હવા અત્યંત ગરમ થઇ જાય.મહધામ તાપમાન વધી જાય. હવામાનશાસ્ત્રની ભાષામાં આવી પરિસ્થિતિને એર ટેમ્પરેચર કહેવાય છે.એટલે કે આજે મુંબઇનું એર ટેમ્પરેચર આ બધાં બ લાયેલાં કુ રતી પરિબળોને કારણે ૩૭.૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ હોટ થઇ ગયું હતું.

 કોંકણ-મરાઠવાડામાં વરસાદની આગાહી

બીજીબાજુ હવામાન વિભાગે આવતા ચાર દિવસ દરમિયાન મહારાષ્ટ્રનાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર,મરાઠવાડામાં મેઘગર્જના, વીજળીના ચમકારા,તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાવાનો સંકેત પણ આપ્યો છે.

હવામાન વિભાગે  એવો વરતારો પણ આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૬થી૧૯,એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર (કોલ્હાપુર,સાંગલી,સોલાપુર,અહમદનગર), મરાઠવાડા(પરભણી, હિંગોળી, નાંદેડ, બીડ,લાતુર, ઉસ્માનાબાદમાં  મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે.કોંકણના સિંધુદુર્ગમાં ૧૮,એપ્રિલે ગાજવીજ સાથે હળવી વર્ષા થવાની શક્યતા  છે.



Google NewsGoogle News