Get The App

આગામી જાન્યુ.માં વિવિધ ઈવેન્ટસ સાથે મુંબઈ ફેસ્ટિવલ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
આગામી જાન્યુ.માં વિવિધ ઈવેન્ટસ સાથે મુંબઈ ફેસ્ટિવલ 1 - image


રાજ્ય સરકાર 25 કરોડ ખર્ચશે

9 દિવસના ફેસ્ટિવલથી બિઝનેસ, પર્યટન તથા કલા-સંસ્કૃતિને ઉત્તેજન મળવાનો દાવો

મુંબઇ :  પચરંગી શહેર તરીકે ઓળખાતા મુંબઈમાં યોજાતા વિવિધ કાર્યક્રમો અને ઇવેન્ટને એક છત્ર નીચે લાવવાના ધ્યેય સાથે આવતા જાન્યુઆરીમાં મુંબઈ ફેસ્ટ (ફેસ્ટિવલ) યોજવામાં આવશે. આ આયોજન માટે સરકાર ૨૫ કરોડની રકમ ફાળવશે.

જાન્યુઆરીથી ૨૦મીથી ૨૮મી તારીખ દરમિયાન યોજાનારા નવ દિવસના મુંબઈ મહોત્સવમાં કલ્ચરલ ફેસ્ટિવલ, મેરાથોન, વિવિધ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને એક છત્ર નીચે લાવી મોટા પાયે અને દબદબાભેર મહા-મહોત્સવની ઉજવણી કરવાનો સરકારનો ઈરાદો છે, એમ રાજ્યના પર્યટન પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું.

આ મહોત્સવ દરમિયાન ગીત-સંગીત-નૃત્ય સહિત વિવિધરંગી ૧૨૦ ઇવેન્ટ યોજવામાં આવશે. 'મુંબઈ વોક્સ' ઇવેન્ટમાં બોલીવૂડ અને ખેલકૂદ ક્ષેત્રની ખ્યાતનામ હસ્તીઓ ભાગ લેશે.



Google NewsGoogle News