Get The App

મુંબઈની હચમચાવતી ઘટના, ઈમારતમાં ભીષણ આગને પગલે 2 બાળકો સહિત 5 લોકોનાં મોત

Updated: Oct 6th, 2024

GS TEAM


Google News
Google News
મુંબઈની હચમચાવતી ઘટના, ઈમારતમાં ભીષણ આગને પગલે 2 બાળકો સહિત 5 લોકોનાં મોત 1 - image

 

Mumbai Chembur Fire News | મુંબઈથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં ચેમ્બુરમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનની આગને પગલે ઉપરના માળે રહેતાં પરિવારના 5 સભ્યો જીવતાં ભડથું થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે પાંચ વાગ્યે બની હોવાની જાણકારી છે. 

કેવી રીતે આગ લાગી? 

માહિતી અનુસાર બિલ્ડિંગમાં આવેલા વીજમીટરના બોક્સમાં કોઈ કારણોસર આગ લાગી ગઇ હતી અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ઈમારતને ભરડામાં લઈ લેતાં એક જ પરિવારના પાંચ લોકોને કાળ ભરખી ગયો હતો. જે ઈમારતમાં આગ લાગી તેમાં નીચેના ફ્લોર પર દુકાન હતી અને ઉપરના માળે પરિવાર રહેતો હતો. 

મૃતકોમાં બે બાળકો સામેલ 

મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ પારસ ગુપ્તા (7), નરેન્દ્ર ગુપ્તા (8), મંજુ ગુપ્તા (30), પ્રેમ ગુપ્તા (30), અનિતા ગુપ્તા (39) તરીકે થઈ હતી. મૃતકોમાં બે બાળકો હતા. આગમાં ગંભીર રીતે દાઝી જવાને પગલે તેઓને નજીકની રાજાવાડી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. 

મુંબઈની હચમચાવતી ઘટના, ઈમારતમાં ભીષણ આગને પગલે 2 બાળકો સહિત 5 લોકોનાં મોત 2 - image

Tags :