મુલુંડ-માજીવાડા હાઈવેનીં પોણા ત્રણ કરોડમાં સમારકામ થશે
- ઈસ્ટર્ન એક્સ. વે પર પ્રવાસ ઝડપી બનશે
- 12 મહિનાનું મેઈનટેનન્સ પણ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવશે
મુંબઈ : ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર પ્રવાસ કરતા વાહનચાલકોનો પ્રવાસ વધુ સરળ અને સુગમ બનશે. એમએમઆરડીએએ મુલુંડ જકાત નાકાથી થાણે ગોલ્ડન ડાઈઝ જંક્શન, માજીવાડા સુધીના હાઈવેની જાળવણી અને સમારકામ માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે અને એમએમઆરડીએ આ માટે ૨.૬૮ કરોડ રૂપિયા ચૂકવશે.
મુંબઈથીઈસ્ટ એક્સપ્રેસ વે અને વેસ્ટ એક્સપ્રેસ વે એમએમઆરડીએ દ્વારા પાલિકાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તેમજ વેસ્ટ એક્સપ્રેસ વે પર માહિમથી દહિસર ચેકપોસ્ટ સુધીનો ૨૫.૨૩ કિ.મી અને પૂર્વ એક્સપ્રેસ વે પર સાયનથી મુલુંડ ચેક પોસ્ટ સુધી ૧૮.૭૬ કિ.મીનો વિસ્તાર પાલિકાના તાબામાં આવ્યો છે અને હાઇવેનું સમારકામ એમએમઆરડીએ દ્વારા કરવામાં આવશે. તેમાંથી એમએમઆરડીએએ મુલુંડ જકાત નાકાથી થાણે ગોલ્ડન ડાઈઝ જંક્શન, માજીવાડા સુધીના હાઈવેની જાળવણી અને સમારકામ માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે. કોન્ટ્રાક્ટર કંપનીએ ચોમાસા સહિત ૧૨ મહિના સુધી રોડની જાળવણી કરવાની હોય છે. આ માટે એમએમઆરડીએ દ્વારા ૨.૬૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને રસ ધરાવતી કંપનીઓ ૧૮મી ડિસેમ્બર સુધી ટેન્ડર સબમિટ કરી શકશે.