Get The App

એમપીએસસી પરીક્ષા પેપર ઓડિયો ક્લિપ - 2 ની ધરપકડ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
એમપીએસસી પરીક્ષા પેપર ઓડિયો ક્લિપ - 2 ની ધરપકડ 1 - image


ઉમેદવારને રૃા.40 લાખમાં પ્રશ્નપત્ર વેચવાનું કાવતરું

મુંબઈ - એમપીએસસી પરીક્ષાના પ્રશ્નપત્ર માટે ઉમેદવાર પાસે રૃા.૪૦ લાખની માંગણી કરતા વાયરલ કૉલ  રેકોર્ડિંગના  સંબંધમાં ભંડારામાંથી બે આરોપીની ધરપકડ કરાઇ છે. આ પરીક્ષા બીજી ફેબુ્રઆરીના રવિવારે યોજનાર છે, એમ એક પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

નાગપુર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના બાલાઘાટના રહેવાસી  દિપક સાખરે (ઉ.વ.૨૫) એને ભંડારાના યોગેશ વાઘમારે (ઉ.વ.૨૮) ને પકડીને વધુ તપાસ આદરી છે. 

આ કેસમાં પુણેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુણે પોલીસે  એલર્ટ કર્યા પછી ભંડારામાંથી સાખરે અને વાઘમારેની ધરપરકડ કરાઇ હતી. જ્યારે આશિષ અને પ્રદીપ કુલપે ફરાર છે. આરોપીઓને વધુ કાર્યવાહી માટે પુણે પોલીસના તાબામાં  સોપવામાં આવ્યા છે, એમ નાગપુર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યુ ંહતું.

એમપીએસસીએ ગુરુવારે જારી કરેલા  નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે વાયરલ ઓડિયો ક્લિપ વિશે જાણ્યા પછી તપાસ માટે પુણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

રાજ્યભરમાં ૨,૮૬,૦૦૦ ઉમેદવારે રવિવારે એમપીએમસીની પરીક્ષા આપવાના છે.

રાજ્યના લાખો  વિદ્યાર્થીઓ એમપીએસસી પર વિશ્વાસ રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. પરંતુ પરીક્ષા પહેલા પ્રશ્નપત્રો ઉપલબ્ધ કરાવવાના બનાવથી ઉમેદવારોમાં આશંકાનું વાતાવરણ સર્જાયું હતું. પરીક્ષા પ્રક્રિયાની વિશ્વાસનીયતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ  કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડાયા પર વાયરલ થઇ હતી.

 મહિલા ઉમેદવારનો સંપર્ક કરી જણાવવામાં આવ્યુ ંહતું કે હાય, હું રોહન કન્સલ્ટન્સી નાગપુરથી બોલું છું, એમપીએસસીની પરીક્ષા બીજી ફેબુ્રઆરીમાં યોજીાશે. અમે તેમને આ પરીક્ષાના પ્રશ્ન પત્ર ઉપલબ્ધ કરાવીશું તેના માટે વોટ્સએપ કોલ પર મીટીંગ કરવી પડશે.

સંબંધિત વિદ્યાર્થિનીએ આ કોલ પર વિશ્વાસ કર્યો નહતો. પરંતુ તેને ફરી ફોન કરવામાં  આવ્યો હતો. ત્યારે પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર પૂરા પાડવા માટે તેની પાસે રૃા.૪૦ લાખની માંગણી કરાઇ હતી.

આયોગે સમગ્ર મામલાની નોંધ લીધી હતી અને વિદ્યાર્થીઓને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. એમપીએસસીને આ બાબતે પુણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.



Google NewsGoogle News