Get The App

એમપીએસસી સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાછી ઠેલાઈ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
એમપીએસસી સિવિલ   સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાછી ઠેલાઈ 1 - image


પુણેમાં પરીક્ષાર્થીઓના આંદોલનનો પડઘો

25મી ઓગસ્ટના પરીક્ષા યોજાવાના હતી તેને બદલે હવે પછી નવી તારીખ જાહેર કરાશે

મુંબઈ :  મહારાષ્ટ્ર ગેઝેટેડ સિવિલ સર્વિસિસ કમ્બાઈન્ડ પ્રિલિમનરી એકઝામિનેશન લંબાવી દેવામાં આવી છે તેવું મહારાષ્ટ્ર પ્રદેશ સર્વિસ કમીશને ગુરુવારે જાહેર કર્યું હતું. આ પરીક્ષા ૨૫મી ઓગસ્ટે રાખવામાં આવી હતી પણ પરીક્ષાર્થીઓએ તારીખ બદલવાની અને અન્ય કેટલીક માંગણીઓ કરી હોવાથી પરીક્ષા લંબાવવામાં આવી છે. નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે તેવું એમપીએસસીએ એક નિવેદનમાં કહ્યું હતું.

આ પરીક્ષા અને કલાર્કના પદ માટેની ઈન્ડિયન બેન્કીંગ પર્સનલ સિલેકશન (આઈબીપીએસ) બંનેની તારીખ સરખી હોવાથી મંગળવારની રાતથી પુણેમાં ઘણાં પરીક્ષાર્થીઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સિવિલ સર્વિસિસ કમ્બાઈન્ડ એક્ઝામિનેશન દ્વારા વધુ પદની ભરતી કરવાની પરીક્ષાર્થીઓ માંગણી કરી રહ્યા છે.

કૃષિ વિભાગની ૨૫૮ પોસ્ટ એમપીએસસીના વ્યાપમાં સમાવવામાં આવે ત્યાં સુધી આંદોલનકારી ઉમેદવારો આંદોલન ચાલુ રાખશે તેવું તેમણે કહ્યું હતું.

બુધવારે રાતે એનસીપી (શરદ પવાર)ના વડા શરદ પવારે એક નિવેદનમાં કહ્યું હતું કે 'એમપીએસસી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના હિતમાં વિચાર કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે. શાસકો આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા નથી તેવું પ્રતીત થાય છે. જો સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો હું આંદોલન સ્થળે જઈશ અને ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનમાં ભાગ લઈશ.'

વિદ્યાર્થીઓની માંગણી અંગે સકારાત્મક નિર્ણયો લેવા બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમપીએસસીના ચેરમેનને અપીલ કરી હતી. એમપીએસસીએ મુંબઈમાં કમિશનના સભ્યો સાથે અને આંદોલનકારી વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી અને તે પછી પરીક્ષાઓની તારીખ લંબાવવાનું નિવેદન જાહેર કર્યું હતું.



Google NewsGoogle News