પ્રદૂષણ બદલ ભાંડુપની સિએટ ટાયરને એમપીસીબીની ક્લોઝર નોટિસ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
પ્રદૂષણ બદલ ભાંડુપની સિએટ ટાયરને એમપીસીબીની ક્લોઝર નોટિસ 1 - image


- ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ છેવટે પૂર્ણ

- છેલ્લા દસ દિવસથી રોજની 200થી 300 ટ્રેનો રદ થતાં પશ્ચિમી પરાંઓના પ્રવાસી ઓએ ભારે યાતના વેઠીઃ ગુજરાત તરફની ટ્રેનો પણ પૂર્વવત થશે

મુંબઈ : મુંબઈમાં વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે ત્યારે જ પર્યાવરણીય નિયમોનો ભંગ કરતી અને  પ્રદૂષણમાં ઘટાડા માટે જારી થયેલી ગાઈડલાઈનનો અમલ નહીં કરતી કંપનીઓ પર જારી તવાઈના ભાગ રુપે મહારાષ્ટ્ર પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ભાંડુપ ખાતે આવેલી સિએટ ટાયર્સને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા શહેરના જુદા જુદા ચાર રેડી ટૂ મીક્સ કોન્ક્રિટ પ્લાન્ટને પણ ક્લોઝર અપાઈ છે. 

એમપીસીબીએ ભાંડુપ ખાતેની સિએટ ટાયર્સને તેની તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરી દેવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીઓને આ કંપનીના પાણી તથા વીજ જોડાણ પણ કાપવા જણાવાયું છે. 

એમપીસીબી દ્વારા આ કંપનીની પચ્ચીસ લાખની બેન્ક ગેરન્ટી પણ જપ્ત  કરી લેવામાં આવી છે. 

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર  આ કંપનીને પર્યાવરણીય નિયમોનું પાલન નહીં કરવા બદલ અગાઉ પણ નોટિસો અપાઈ હતી. તેમ છતાં પણ કંપની દ્વારા ટ્રેશ હેન્ડલિંગમાં નિયમ ભંગ થતો હોવાનું જણાયું હતું. અણે કંપની પરિસરની આસપાસ એર કોવ્લિટી મોનિટરિંગ યુનિટ્સ મૂક્યાં હતાં. તેમાં પણ બ્લેક પાર્ટિકલનો ઉત્સર્ગ થતું હોવાનું દર્શાવાયું હુતં. આથી, આખરે આ કંપનીને ગત ગુરુવારે શટડાઉનની નોટિસ આપવામાં આવી છે. 

મુંબઈમાં વાયુ પ્રદૂષણ બેફામ રીતે વધી રહ્યું છે. તેને નાથવા માટે છેલ્લા કેટલાક દિવસોથી એમપીસીએ આળસ ખંખેરી છે. થોડા દિવસો પહેલાં હિંદુસ્તાન પેટ્રોલિયમ  કોર્પોરેશન તથા ટાટા પાવર , એઈજિસ લોજિસ્ટિક લિમિટેડ સહિતની કંપનીઓને તેમનાં ઉત્પાદનમાં ૫૦ ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો હતો. ચેમ્બુરની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ને ગાઈડલાઈનનાં પાલન માટે નોટિસ અપાઈ હતી. બે રેડી ટૂ મિક્સ પ્લાન્ટ સામે પણ પગલાં લેવાયાં હતાં. 

હવે વધુ ચાર રેડી ટૂ મિક્સ પ્લાન્ટ સામે પગલાં લેવાયાં છે. બોર્ડની ટીમે  શુક્રવારની સાંજ સુધમાં ૬૩ રેડી ટૂ મિક્સ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને તેમાંથી જ્યાં પણ ગેરરીતી જણાઈ છે તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. 


Google NewsGoogle News