Get The App

એમપીની યુવતી બાઈક લઈ સી લિન્ક પર ધસી ગઈ, પોલીસને ગન દેખાડી

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
એમપીની યુવતી બાઈક લઈ સી લિન્ક પર ધસી ગઈ, પોલીસને ગન દેખાડી 1 - image


- ભાઈને મળવા જબલપુરથી બાઈક પર પુણે અને ત્યાંથી મુંબઈ આવી

- સી લિન્ક પર બાઈકની મનાઈ છે તેવી જાણ નહીં હોવાનું રટણઃ માનસિક સ્થિતિ બરાબર નહીં હોવાનો પરિવારનો દાવો

મુંબઈ : પુણેથી બાઈક પર મુંબઈ ફરવા આવેલી ૨૬ વર્ષની યુવતી તેની બાઈક લઈને બાંદ્રા-વરલી સી-લિન્ક પર પહોંચીગઈહતી. આ સમયે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓેએ આ યુવતીને રોકવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ સાથે વિવાદ કર્યો હતો અને ગન દેખાડી પોલીસને ધમકાવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે યુવતીને તાબામાં લઈ તેની ધરપકડ કરી હતી. આરોપી યુવતી નુપૂર પટે (૨૬) મૂળ મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી  છે. . બાંદ્રા-વરલી સી-લિન્ક પર બાઈકને પ્રવેશવાની મનાઈ- પ્રતિબંધ વિશે પણ તેને કોઈ જાણ ન હોવાનું કહ્યું હતું. યુવતીના પરિવારજનો મુજબ તેની માનસિક સારવાર પણ ચાલી રહી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર નુપૂર પટેલ (૨૬) મૂળ મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી છે. થોડા દિવસ પહેલાં તે જબલપુરથી બુલેટ-બાઈક પર તેના ભાઈને મળવા પુણે આવી હતી તેને મુંબઈમાં આવેલ બાંદ્રા-વરલી સી-લિન્કનું આકર્ષણ હોવાથી તે શુક્રવારે બાઈક લઈ મુંબઈ આવી અને સી-લિન્ક પર પહોંચી ગઈ હતી.

 ટુવ્હિલરના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ તેને રોકી હતી. જો કે તેણે પોલીસની વાત માની નહોતી અને સડસડાટ આગળ વધી ગઈ હતી. પોલીસે આગળ જઈ તેને રોકી તાબામાં લઈ બાઈકના કાગળીયા માગ્યા હતા. આ સમયે બાઈક તેણે તેના ભાઈની હોવાનું કહી પોલીસ સાથે વિવાદ કર્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસને તેના પાસે ગન હોવાનું જણાવી ગન બહાર કાઢી અને પોલીસને ગનથી ધમકાવી તેને જમીન પર ફેંકી હતી. 

ત્યારબાદ સતર્ક થયેલા પોલીસે ગન તપાસતા તે રમકડાની ગન હોવાનું જણાયું હતું. પોલીસ તેને વરલી પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા અને અહીં આઈપીસીની કલમ ૩૫૩ (સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવી), ૧૮૬, ૨૭૯ (રેશ ડ્રાઈવિંગ) ૩૩૬ (બેદરકારીપૂર્વક બાઈક  ચલાવી લોકોનો જીવ જોખમમાં મૂકવો) તેમ જ મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં હાજર કરતા તેને કોર્ટે જામીન પર મુકત કરી હતી.

બીજી તરફ યુવતીના પરિવારજનાના દાવા ે મુજબ તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેને સારવાર ચાલી રહી છે.


Google NewsGoogle News