ફિલ્મી કિસ્સોઃ લૂંટ એક ભાઈએ કરી, પોલીસ તેના જોડિયા ભાઈને ઉઠાવી લાવી
ઝડપાયેલા ભાઈનો બચાવ, કેમેરામાં દેખાઉં છું એ હું નથી
પાર્ટી કરી પાછા ફરતા યુવકને નશામા ભાન ન રહ્યું અને બસ સ્ટોપ દાગીના, મોબાઈલ લૂંટાયાં :પોલીસે બે બે વખત ભળતા શકમંદને પકડયા
મુંબઈ - અનેક ફિલ્મોમાં જોડિયા ભાઈઓમાંથી એક ભાઈ ગુનો કરે અને પોલીસ બીજા ભાઈને ઉઠાવી લાવે તેવું જોવા મળ્યું છે. નાલાસોપોરામાં પોલીસ વાસ્તવમાં આવા જોડિયા ભાઈઓના ગૂંચવાડામાં ફસાઈ હતી. લૂંટ એક ભાઈએ કરી હતી પણ પોલીસ બીજા ભાઈને ઉઠાવી લાવી હતી.
નાલાસોપારાનો ૨૮ વર્ષીય રહેવાસી વિનય ચૌરસિયાતેની બે મહિલા મિત્ર સાથે અચોલે પોલીસ મથકમાં એક વિચિત્ર ફરિયાદ લઈને આવ્યો હતો. નવા વર્ષની પાર્ટી સેલિબ્રેટ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો અને તેણે દારૃનું સેવન કર્યું હતું. તે આચોલે ક્રોસ રોડ પર બસ સ્ટોપ પાસે બેઠો હતો. નશામાં હોવાથી તેને યાદ નહોતું કે આગળ શું થયું. આ દરમિયાન કોઈએ તેના પર હુમલો કરી તેની વીંટી, બ્રેસલેટ, રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ મામલો ગંભીર હોવાથી આછોલે પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.
આચોલે પોલીસની ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તે સમયે એક યુવક તેની સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો. વિનય ચૌરસિયાએ તેને ઓળખી લીધો હતો. તે તેનો ૧૮ વર્ષનો મિત્ર મયંક ચૌહાણ હતો. એથી વિનયે પોલીસને જણાવ્યું કે, મયંકે જ મારા પર હુમલો કરીને ચોરી કરી હતી. ત્યાર બાદ આચોલે પોલીસે મયંક ચૌહાણની ધરપકડ કરી હતી. વિનય રાતે નશામાં હતા. તેણે દાવો કર્યો હતો કે તે મને મળ્યો હતો પરંતુ મેં ચોરી કરી નથી. તેથી, જ્યારે પોલીસે ઘટના પહેલા સીસીટીવી તપાસ્યા, ત્યારે હુમલાખોર શંકાસ્પદ દેખાય આવ્યો હતો. એથી પોલીસને લાગ્યું કે તેમને ખરો ચોર મળી ગયો છે.
તે હું નથી..
આખરે, પોલીસે હુમલો કરનાર શકમંદને શોધી કાઢયો અને તેની ધરપકડ કરી હતી. પરંતુ, તેણે દાવો કર્યો હતો કે સીસીટીવીમાં દેખાય એ હું નથી. જેથી પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. એક વિચિત્ર સ્થિતિ હતી કે તે સીસીટીવીમાં ચોરી કરતો જોવા મળ્યો હતો પરંતુ વાસ્તવમાં તે ન હતો તેવું આખરે તપાસમાં ખુલાસો થયો. ચોરીને અંજામ આપનાર ખરો ચોર શંકાસ્પદ ઈસમનો જોડિયો ભાઈ હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરીને ખરા ચોરનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં લવ સરોજ અને કરણ દંતાંની ધરપકડ કરવામાં આવી છે.