45 દિવસની પુત્રીને ચાર લાખમાં માતા દ્વારા વેચવા પ્રયાસ
કલ્યાણાં છટકું ગોઠવી 4 આરોપી ઝડપાયા
ભીખ માગી નિર્વાહ ચલાવતી માતા પૈસા માટે બાળકીને વેચી દેવા માગતી હત
મુંબઈ : કલ્યાણમાં ૪૫ દિવસની પુત્રીને રૃ.ચાર લાખમાં વેંચવાનો પ્રયાસ કરનારી માતા સહિત ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે.
પોલીસે માહિતીના આધારે છટકું ગોઠવીને બોગસ ગ્રાહકની મદદથી કલ્યાણમાં એક હોટેલ પાસે છટકું ગોઠવ્યું હતું.
માત્ર ૪૫ દિવસની બાળકીની માતા રેખા સોનાવણે (ઉ.વ.૩૨) અને અન્ય ૩ આરોપી વૈશાલી સોનાવણે (ઉ.વ.૩૫) દિપાલી હુસિંગ (ઉ.વ.૨૭) અને કિશોર સોનાવણે (ઉ.વ.૩૪)ની ધરપકડ કરાઈ હતી. તેઓ રૃ.ચાર લાખમાં બાળકીને વેચવાના હતા.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી માતા રેખા ભિક્ષુક છે. પૈસાની જરૃર હોવાથી તે પુત્રીને વેંચવા માગતી હતી.