Get The App

માતાએ પ્રેમી સાથેનો વાંધાજનક વીડિયો 6 વર્ષના દીકરા પાસે શૂટ કરાવ્યો

Updated: May 17th, 2024


Google NewsGoogle News
માતાએ પ્રેમી સાથેનો વાંધાજનક વીડિયો 6 વર્ષના દીકરા પાસે શૂટ કરાવ્યો 1 - image


નવી મુંબઈના ઉરણમાં પ્રેમી યુગલ સામે પોક્સોનો કેસ

પાર્ટનર સામે રેપની ફરિયાદ કરી વીડિયોનોે પુરાવો આપ્યોઃ કોણે શૂટ કર્યો તેમ પૂછાતાં કબૂલાત

મુંબઇ :  નવી મુંબઈના ઉરણમાં  પચ્ચીસ વર્ષીય મહિલા અને તેના ૩૫ વર્ષીય લીવ ઈન પાર્ટનરે મહિલાના છ વર્ષના બાળક પાસે તેમની અંગત પળોનો વીડિયો શૂટ કરાવ્યો હતો. પનવેલ સેશન્સ કોર્ટના આદેશ બાદ આ યુગલ સામે પોક્સો સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરાયો છે. 

નવી મુંબઈના  ઉરણમાં  મહિલાએ  એક મહિના પહેલા તેના  લીવ ઈન પાર્ટનર  પર બળાત્કારનો  કેસ નોંધ્યો હતો. કેસ દરમિયાન પુરાવા તરીકે  કોર્ટમા ં  આ  વિડીયો રજૂ  કરવામાં આવ્યો હતો. કોર્ટને વિડીયો  જોતા સમયે   લાગ્યું હતું કે કોઈ ત્રાહિત વ્યક્તિએ વીડિયો શૂટ કર્યો છે.  આરોપીઓને આ વિશે પુછવા પર, મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે  તેમણે તેના છ વર્ષના પુત્ર પાસે આ વીડિયો શૂટ  કર્યો છે. 

આ અંગે જ્યારે ૬ વર્ષના બાળકની પુછપરછ કરવામાં આવી ત્યારે બાળકે કહ્યું હતું કે, તેણે તેના  અંકલ(મહિલાના સહ- આરોપી)ના કહેવા પર આવું કર્યું હતું. આ બાળકે તેની માતા અને તેના લીવ ઈન પાર્ટનર ના બે આપત્તિજનક  વિડીયો શુટ કર્યા હતા . 

કોર્ટ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઈ માસૂમ બાળક પાસે આવું કૃત્ય કરાવવા બદલ પોલીસને આ યુગલ સામે કેસ દાખલ કરવા આદેશ આપ્યો હતો. 

મહિલાના પતિએ લગભગ છ મહિના  પહેલા જ  તેને અને  તેના પુત્રને  છોડી દીધા હતા. તે પછી મહિલા તેના લીવ ઈન પાર્ટનર સાથે રહેતી હતી.

જો કે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News