માતાએ દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યું, દીકરો છેલ્લી ઘડીએ હાથ છોડી ભાગ્યો

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
માતાએ દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યું, દીકરો છેલ્લી ઘડીએ હાથ છોડી ભાગ્યો 1 - image


માતા બંને સંતાને સાથો કૂવો પુરવા માટે પહોંચી હતી

ગંભીર બીમારીથી ત્રાસીને મહિલાનું પગલું: માતા સાથે 14 વર્ષની પુત્રીનું મોત, 11 વર્ષનો પુત્ર બચી ગયો

મુંબઇ : મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બનેલી એક ઘટનામાં કિડનીની ગંભીર બીમારીથી પીડાતી એક મહિલા તેના બે બાળકો સાથે આત્મહત્યા કરવા નીકળી હતી. મહિલા બન્ને બાળકોનો હાથ ખેંચી તેમને કૂવા તરફ લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેના પુત્રને શંકા જતા તે માતાનો હાથ ખેંચી ભાગી છૂટયો હતો. આ ઘટનામાં પુત્ર બચી ગયો હતો, પણ માતાએ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી દેતા બન્નેનું ડૂબી જવાથી મોત થયું હતું.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ચંદ્રપુર જિલ્લાના સાવલી તાલુકાના ખેડી ગામમાં ૩૫ વર્ષની મહિલા દર્શના દીપક પેરકર રહે છે. દર્શનાને ૧૪ વર્ષની એક પુત્રી અને ૧૧ વર્ષનો એક પુત્ર છે. દર્શના છેલ્લા થોડા સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતી હોવાથી નાસીપાસ થઈ ગઈ હતી.

 રમિયાન નિરાશ થયેલ  ર્શનાએ આત્મહત્યા કરી લેવાનો નિર્ણય લીધો હતો. જોકે પોતે આત્મહત્યા કરી લેશે તો બન્ને બાળકોનું શું થશે તે ચિંતાથી તેણે બન્ને બાળકો સાથે કૂવામાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ બે િ વસ પહેલા તે પુત્રી અને પુત્રને લઈ પાડોશીના કૂવા પાસે પહોંચી ગઈ હતી. આ  રમિયાન તેના ૧૧ વર્ષના પુત્રને અમંગળની શંકા જતા તે માતાનો હાથ છોડાવી ભાગી છૂટયો હતો. જોકે તેના ગયા બા  માતાએ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી  ેતા બન્નેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

આ ઘટના બાદ દોડીને ગામમાં પહોંચી ગયેલા પુત્રએ આ વાતની જાણ ગામવાસીઓને કરતા બધા કૂવા પાસે દોડી આવ્યા હતા. જોકે આ દરમિયાન ઘણું મોડું થઈ ગયું હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બન્નેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News