મુંબઇ એરપોર્ટ પર રૃા.10 કરોડથી વધુનું સોનુ, વિદેશી ચલણ જપ્ત

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
મુંબઇ એરપોર્ટ પર રૃા.10 કરોડથી વધુનું સોનુ, વિદેશી ચલણ જપ્ત 1 - image


પ્રવાસીઓ શરીર પર ચોંટાડીને કે બેગ-કપડાંમાં છૂપાવીને સોનું લાવ્યા

કસ્ટમ્સ વિભાગે છેલ્લા 5 દિવસમાં જુદી જુદી કાર્યવાહીમાં વિદેશથી આવેલા 7 પ્રવાસીની ધરપકડ કરી

મુંબઇ :  મુંબઇ કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં એરપોર્ટ પર અંદાજે ૧૩ કિલો સોનું, વિદેશી ચલણ અને  ઇલેકટ્રોનિક સામાન જપ્ત કરવામાં આવ્યો છે. એની કિંમત અંદાજે સાડા દસ કરોડ રૃપિયા છે. આ તમામ ઓપરેશનમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું કપડા, અન્ય સામગ્રીમાં તથા વિદેશી ચલણ લેપટોપ બૅગમાં સંતાડવામાં આવ્યું હતું.

 ુબઇ અને અબુધાબીમાં આવેલા બે-બે તથા જે ાહથી આવેલા એક પ્રવાસીની ધરપકડ કરી ૪૮૫૦ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એમાંથી અમૂક સોનું શરીર પર ચોંટાડવામાં અને કપડા અને બેગમાં ગુપ્ત જગ્યામાં સંતાડવામાં આવ્યું હતું.

આ સિવાય ઉત્તર પ્રદેશ અને હરિદ્વારના બે જણના સીઆઇએસએફના જવાનોએ પકડીને કસ્ટમ્સ વિભાગના તાબામાં સોંપી દીધા હતા તેમની પાસે ૧૯૫૦ ગ્રામ સોનું મળ્યું હતું. આ સોનું પાવડરના સ્વરૃપમાં ઝીણામાં રાખવામાં આવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડથી  બચવા ટોઇલેટના નળના નીચે સંતાડવામાં આવેલું ૩૦૧૦ ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું હતું. એની કિંમત અંદાજે રૃા.૧.૮૯ કરોડ છે. 

આ તમામ જુદી જુદી કાર્યવાહીમાં અબુધાબીથી આવેલ ૧૨ જણ, દુબઇથી આવેલા બે, બહેરીન અને શારજાહથી આવેલા પ્રવાસી સહિત ૧૬ પ્રવાસીની  બૅગમાંથી સોનું અને અલેકટ્રોનિક વસ્તુ કબજે કરાઇ હતી. આ દરમિયાન ૩૪૩૧ ગ્રામ મળી આવ્યું હતું. એની કિંમત અંદાજે રૃા.સવા બે કરોડ છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ તેમને નોટીસ આપી હતી.

અન્ય એક કાર્યવાહીમાં બૅકૉક જઇ રહેલા  વિદેશી બે પ્રવાસીને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા તેમની પાસેથી રૃા.૪૫ લાખનું વિદેશી ચલણ જપ્ત કરાયું હતું. આરોપીએ લૅપટોપ બૅગમાં વિદેશી ચલણ રાખ્યું હતું.



Google NewsGoogle News