Get The App

સૈફ અલી ખાન પર હુમલામાં 1 કરતા વધુ આરોપીની સંડોવણીની શંકા

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
સૈફ અલી ખાન પર હુમલામાં 1 કરતા વધુ આરોપીની સંડોવણીની શંકા 1 - image


હુમલાખોરે રૃ.1 કરોડની ખંડણી માગી હોવાનો અભિનેતાનો દાવો

મુંબઈ - બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એક કરતા વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા છે. પોલીસે અગાઉ આ મામલામાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. આ ઉપરાંત હુમલાખોરે રૃ.એક કરોડની ખંડણી માગી હોવાનો દાવો પણ અભિનેતાએ કર્યો હતો, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

પોલીસે રિમાન્ડ અરજીમાં ધરપકડ કરાયેલો આરોપીની કસ્ટડી મેળવવા માટેના એક કારણ તરીકે ગુનામાં વધુ વ્યક્તિઓની સંડોવણીની શંકા દર્શાવી હતી. એમ અધિકારીએ આ બાબતે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું.

૧૬ જાન્યુઆરીના બાંદરામાં ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરાયો હતો. પોલીસે ખાન અને સ્ટાફના લોહીના નમૂના તથા કપડાં એકત્ર કર્યા હતા. તેમને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા.

૧૯ જાન્યુઆરીના રોજ પોલીસે થાણેથી બાંગ્લાદેશી હુમલાખોર શરીફુલ ઈસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર ઉર્ફે વિજય દાસ (ઉં.વ.૩૦)ની ધરપકડ કરી હતી.

કોર્ટે શુક્રવારે શરીફુલની પોલીસ કસ્ટડી ૨૯ જાન્યુઆરી સુધી લંબાવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે 'આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો નથી. તેમના ગુનામાં વપરાયેલ શસ્ત્રની ક્યાંથી ખરીદી કરી તેની માહિતી મેળવવાની બાકી છે.

આરોપીના કપડાં પરનું લોહી ખાનનું છે કે કેમ તે જાણવા માટે અભિનેતા અને હુમલાખોરના લોહીના નમૂના તેમજ કપડાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ખાનના બિલ્ડિંગ અને ફલેટમાંથી એકત્ર કરાયેલા ફિંગર પ્રિન્ટસ આરોપીના ફિંગર પ્રિન્ટ સાથે મેળ ખાય છે એમ અધિકારીએ વધુમાં કહ્યું હતું.

મુંબઈ પોલીસે ખાનનું નિવેદન નોંધ્યું છે. એમાં અભિનેતાએ કહ્યું હતું કે, 'આરોપીએ રૃ.એક કરોડની માંગણી કરી હતી અને મહિલા સ્ટાફ પર હુમલો કર્યો હતો. મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શરીફુલે ઉપરાઉપરી ચાકૂના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં નાસી ગયો હતો.

આ હુમલામાં ગંભીર ઈજા થતા સૈફની લીલાવતી હોસ્પિટલમાં ઈમરજન્સી સર્જરી કરવી પડી હતી. અભિનેતાને હોસ્પિટલમાંથી રજા મળી છે.



Google NewsGoogle News