ઘાતક માંજાના પાપે સમગ્ર મુંબઈમાં 700થી વધુ પક્ષી ઘાયલ
જીવદયા સંસ્થાઓ દ્વારા ૨૫થી વધુ કેમ્પ
દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડમાં 500થી વધુ પક્ષી ઘાયલ
મુંબઈ - મુંબઈમાં વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ૨૫ થી વધુ ધફ્રી બર્ડ મેડિકલ કેમ્પધ યોજવામાં આવ્યા હતા જેમાં ૭૦૦ થી વધુ ઘાયલ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા જોકે, બહુ મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાની પણ આશંકા છે. તેમાં સૌથી વધુ દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડના વિસ્તારમાં ૫૦૦થી વધુ પક્ષીઓ જખમી થયા અને તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે.
મકરસંક્રાતિના પછી પણ અનેક સંસ્થાઓ અને ફાયર બ્રિગેડને પક્ષીઓ ફસાયા હોવાના સતત ફોન પણ આવી રહયા છે. જેમાં અનેક પક્ષીએ મૃત્યુ પામે છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થતાં હોવાથી જીવનભર ઉડી શકતા નથી. પરિણામે, પક્ષીઓને જીવનભર આશ્રયસ્થાનમાં રહેવું પડશે.
આ વિશે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના હોનરરીપશુ કલ્યાણ પ્રતિનિધિ અને કરુણા ટ્રસ્ટ વિરારના મિતેશ જૈને 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'છેલ્લા ૧૯ વર્ષથી ફ્રી બર્ડ મેડિકલ કેમ્પધનું આયોજન કરીએ છે. આ વખતે અમારા મેડિકલ કેમ્પમાં કુલ ૧૯ પક્ષીઓને બચાવીને સારવાર આપવામાં આવી હતી જ
ેમાંથી પાંચ કબૂતરો મૃત્યુ પામ્યા હતા. ચાર કબુતરને સારવાર આપીનેઉડાડવામાં આવ્યા હતા.ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ હોવા છતાં પણ ઘણી જગ્યાએ તેનું વેચાણ થઈ રહયું હતું જેના કારણે જીવદયા પ્રેમીઓમાં ખૂબ નારાજગી છે. પક્ષીઓ તો જખમી થાય છે પણ એની સાથે લોકો પણ જખમી થતાં હોય છે અને અનેક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવે છે. ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા રેલી, ફેસબુક, વોટ્સએપ, મીડિયામાં જાગરૃતા ફેલાવતાં પતંગ ઉડાડવાનું પ્રમાણ થોડું ઓછું થયું છે.
મકર સંક્રાતિ મિઠાઈ, તલના લાડુ વગેરે ખાઈને પણ મનાવી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે દહિસર, બોરીવલી, કાંદિવલી અને મલાડના વિસ્તારમાંકબુતર વધુ જખમી થયા છે.
વિસ્તાર જખમી પક્ષીની સંખ્યા
દહિસર-બોરીવલી ૧૬૫
કાંદિવલી ૧૮૭
મલાડ ૧૨૪