ભંડારા જિલ્લામાં 40થી વધુ ઢોરનું ભૂખમરાથી મૃત્યુ
અબોલ પશુઓ માટે ઘાસ કે પાણી પણ નહીં
ગાય સહિતના પશુઓ મૃત્યુ પામ્યાઃ પોલીસ ટીમની ગામમાં પહોંચી તપાસ
મુંબઈ : મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં કેટલીક ગાય સહિત ૪૦થી વધુ ઢોરના મોત થયા છે તેવું ભંડારા જિલ્લા પોલીસે બુધવારે કહ્યું હતું. ઢોરને ઘાસચારો અને પાણી આપવામાં ન આવ્યું હોવાથી ઢોરનું મોત નીપજ્યું હતું તેવું પોલીસનું કહેવું છે.
ભંડારા જિલ્લાના પૌની તાલુકાના રહેવાસી દુર્જન ચોઉસરે મંગળવારે ઝોર લાવ્યો હતો અને ધનોરી ગામની બહારના એક ખેતરમાં રાખ્યા હતા ઢોરને ઘાસચારો અથવા પાણી નહીં આપવામાં આવતા ભૂખમરાથી ગાય સહિતના ૪૦થી વધુ ઢોરનું મૃત્યુ થયું હોય તેવી સંભાવના છે તેવું ભંડારા પોલીસનું કહેવું છે.
પૌની પોલીસ મથકના ઈન્સ્પેકટર નરેન્દ્ર નિસવાડેના વડપણ હેઠળની ટીમે ગામની મુલાકાત લીધી હતી અને તપાસની શરૃઆત કરી હતી.