સમીર વાનખેડે સામેનો મની લોન્ડરિંગનો કેસ દિલ્હી ટ્રાન્સફર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
સમીર વાનખેડે સામેનો મની લોન્ડરિંગનો કેસ દિલ્હી ટ્રાન્સફર 1 - image


ઈડીની બોમ્બે  હાઈકોર્ટને માહિતી, હવે વાનખેડે દિલ્હી અરજી કરેે

હમણા સુધી તો મુંબઈ ઓફિસમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા, હવે હાઈકોર્ટમા સુનાવણી ટાળવા ઈડીનું બદઈરાદાપૂર્વકનું કૃત્યઃ વાનખેેડે

મુંબઈ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામેનો મની લોન્ડરિંગનો કેસ દિલ્હી ઓફિસ ટ્રાન્સફર કરાયો હોવાથી  વાનખેડેએ તેમની સામેના કેસ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવી જોઈએ એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. 

વાનખેડેના વકિલ આબાદ પોન્ડાએ દલીલ કરી હતી કે કેસ ટ્રાન્સફર કરવાનું ઈડીનું કૃત્ય બદઈરાદાપૂર્વકનું છે. શુક્રવાર સુધી ઈડી મુંબઈ ઓફિસમાં હાજર રહેવા સમન્સ મોકલાવતી હતી, હવે અરજી કર્યા બાદ તપાસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધી છે, એમ દલીલમાં જણાવ્યું હતું.

ગયા વર્ષે વાનખેડેને સીબીઆઈના કેસમાં વચગાળાનું રક્ષણ આપનાર બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ ગુરુવારે  સુનાવણી થાય નહીં એટલા માટે આમ કરવામાં આવ્યું હોવાનું વકિલે દલીલમાં જણાવ્યું હતું.

ઈડી વતી વકિલ હિતેન વેણેગાંવકરે કેસ ટ્રાન્સફરનો બચાવ કરીને જણાવ્યું હતું કે વહીવટી કારણસર આમ કરાયું છે. આખી પ્રક્રિયા દિલ્હી ટ્રાન્સફર કરાઈ છે અને હવે અહીં કશું નથી. સીબીઆઈના કેસ સામે ગયા વર્ષે કરેલી વાનખડેની અરજી સાથે ૧૫ ફેબુ્રઆરીએ આ બાબતની સુનાવણી કરાશે, એમ કોર્ટે જણાવ્યું હતું.

વાનખેડેએ અરજીમાં દાવો કર્યો છે કે એન્ટિ ડ્રગ એજન્સીના વરિષ્ઠ અધિકારી સામે પોતે કરેલી ફરિયાદનું વેર વાળવા આ કેસ દાખલ કરાયો છે.વાનખેડે ૨૦૦૮ના બેચના કસ્ટમ્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ કેડરના ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (આઈઆરએસ) અધિકારી  છે અને તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે ઈડીના કેસમાં બદઈરાદા અને વેરભાવનાની ગંધ આવે છે.છઠ્ઠી ફેબુ્રઆરીએ કરેલી અરજીમાં ઈડીનો કેસ રદ કરવા અને આકરાં પગલાં સામે રક્ષણ આપતો વચગાળાનો આદેશ આપવાની દાદ માગવામાં આવી છે. સીબીઆઈ કેસ સામેની પોતાની અરજીની સુનાવણી થાય અને ચુકાદો આવે ત્યાં સુધી ઈડીએ હાથ ધરેલી તપાસને સ્થગિતી આપવાની પણ દાદ વાનખેેડેએ માગી છે.

ઈડીના કેસ સામેની અરજીમાં વાનખેડેએ દાવો કર્યો છે કે ઈસીઆઈઆર (એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ) ગયા વર્ષે નોંધાયો હતો અને કેટલાંક અનેસીબી અધિકારીઓને હવે સમન્સ જારી કરાયા છે. વાનખેડેએ ગયા વર્ષે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ જ્ઞાાનેશ્વર સિંહ સામે ગયા મહિને દિલ્હીની કોર્ટમાં ફરિયાદ કરીને તેમની સામે અનુસૂચિત જાતિ જનજાતિ કાયદા હેઠળ પગલાં લેવાની દાદ માગ્યા બાદ આ સમન્સ જારી થયા છે.

સિંહ સામેની ફરિયાદના પત્રોમાં તપાસ હાથ ધરવામાં દિલ્હી અને મુંબઈ પોલીસ નિષ્ફળ જતાં પોતે દિલ્હી કોર્ટમાં અરજી કરવી પડી હોવાનો દાવો વાનખેડેએ કર્યો હતો.દિલ્હી કોર્ટે છઠ્ઠી ફેબુ્રઆરીએ સાઉથ વેસ્ટ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે નટિસ જારી કરીને વાનખેડેની ફરિયાદ પર લીધેલાં પગલાંનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાંથી બાકાત રાખવા ખાન પરિવાર પાસેથી  રૃ. ૨૫ કરોડની લાંચ માગવાના આરોપસર સીબીઆઈએ નોંધેલા કેસની દખલ લઈને ઈડીએ વાનખેડે સામે કેસ નોંધ્યો છે.



Google NewsGoogle News