મહાકુંભથી લોકપ્રિય બનેલી મોનાલિસાને હિંદી ફિલ્મ મળી
ધી ડાયરી ઓફ મણિપુરનું શૂટિંગ આવતા મહિનેથી
રાજ કુમાર રાવનો ભાઈ અમિત રાવ આ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશ
મુંબઈ - મહાકુંભમાં માળા વેચવા આવેલી મોનાલિસા તેની બેનમૂન આંખોના કારણે ભારે લોકપ્રિય બની છે. હાલ સોશિયલ મીડિયા પર મોનાલિસાના અનેક વીડિયો વાયરલ થયા છે. કંગના રણૌત જેવી અભિનેત્રી પણ મોનાલિસાનાં નૈસર્ગિક સૌંદર્યનાં વખાણ કરી ચૂકી છે. હવે મોનાલિસાને એક હિંદી ફિલ્મ પણ મળી ચૂકી છે.
સનોજ મિશ્રા નામના ફિલ્મ સર્જક મોનાલિસાને હિરોઈન તરીકે લઈ 'ધી ડાયરી ઓફ મણિપુર' નામની ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી શરુ થશે. રાજ કુમાર રાવનો ભાઈ અમિત રાવ આ ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે.
ચર્ચા અનુસાર ફિલ્મની ટીમ મનિષાને એક્ટિંગ માટે યોગ્ય તાલીમ આપશે. તેને ઉચ્ચારણો, હાવભાવ વગેરે માટે નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. ે