મોદીએ મહારાષ્ટ્રમાં 30 હજાર કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ શિલાન્યાસ કર્યાં, નાસિકમાં રાષ્ટ્રીય યુવક મહોત્સવનું ઉદ્ઘાટન
રિયા પરનો દેશનો સૌથી લાંબો પુલ રાષ્ટ્રને સમર્પિત
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને ઠાકરે પરિવાર પર શાબ્દિક હુમલો, યુવકોને વંશવાદ નાબૂદ કરવા અપીલ, 2014 પહેલાં દેશમાં માત્ર કૌભાંડોની ચર્ચા થતી હતી, હવે માત્ર વિકાસની ચર્ચા થાય છે
નાસિકમાં કાળા રામ મંદિરની સફાઈ કરી અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં દેશના તમામ મંદિર પરિસરો ચોખ્ખાંચણાક કરવા અનુરોધ
મુંબઇ : દેશના યુવાનો રાજકારણમાં જોડાઈને વંશવા ને ખાત્મો કરે તથા દેશમાં સ વર્ષ પહેલાં કૌભાંડો જ ચર્ચામાં રહેતાં હતાં પરંતુ હવે વિકાસ કાર્યોની જ વાતો ચાલે ચે તેમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મો ીએ આજે મહારાષ્ટ્રમાં ૩૦ હજાર કરોડના પ્રોજેક્ટસના લોકાર્પણ તથા શિલાન્યાસ તથા રાષ્ટ્રીય યુવા મહોત્સવના પ્રારંભ નિમિધો રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ અને મહારાષ્ટ્રના સ્તરે ઉદ્ધવ ઠાકરે પરિવારને નિશાન બનાવી આગામી લોકસભા ચૂંટણી પ્રચારનો ડંકો વગાડયો હતો. વડાપ્રધાને ભારતના સમુદ્ર પરના સૌથી લાંબા બ્રિજ ટ્રાન્સ હાર્બર લિંકને આજે ખુલ્લો મુક્યો હતો. સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામાભિધાન ધરાવતા આ બ્રિજના કારણે મુંબઈથી નવી મુંબઈ હાલ બે કલાક લાગે છે તેને બ લે માત્ર ૨૦ મિનિટમાં પહોંચી જવાશે. વડાપ્રધાને બ્રિજ પર ક મ માંડયાં હતાં અને બા માં નવી મુંબઈ ખાતે મહિલા સંમેલનને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાને ૧૮ હજાર કરોડના ખર્ચે બનેલા અટલ સેતુને ખુલ્લો મુકતાં કહ્યું હતું કે આ મોદીની ગેરન્ટી છે. અમે જે વિકાસની વાત ઉચ્ચારીએ છીએ તે સાકાર કરીએ છીએ .તેમણે પોતે ૨૦૧૬માં આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો તેની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે આ સાથે રાષ્ટ્રને આપેલી વધુ એક વિકાસકાર્યની બાંહેધરી પૂર્ણ થાય છે.
મુંબઈના શિવડી તથા સેટેલાઈટ ટાઉન નવી મુંબઈના ન્હાવા શેવા ખાતે જોડતો આ બ્રિજ સિક્સ લેનનો છે. તેના કારણે માત્ર મુંબઈથી નવી મુંબઈ જ નહીં પરંતુ પુણે, કોંકણ અને ગોવાનું અંતર પણ ઘટી જશે. વડાપ્રધાને આ નિમિત્તે વિપક્ષ પર આડકતરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાંનો દેશનો માહોલ યાદ કરો, ત્યારે રોજેરોજ કોઈને કોઈ કૌભાંડ જ બહાર આવતું હતું. કૌભાંડો જ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય હતો. હવે પાછલાં દસ વર્ષમાં અમે આ ચર્ચાનો વિષય જ બદલી નાખ્યો છે. હવે રોજેરોજ દેશમાં કોઈ વિકાસ પ્રોજેક્ટ શરુ થાય છે કે રાષ્ટ્રને સમર્પિત થાય છે. આજે વિકાસ ચર્ચાના કેન્દ્રમા છે. આજે દેશ માટે મહત્વનો આ પ્રોજેક્ટ સાકાર કરતી વખતે આપણે દરિયાનાં મોજાંને પણ ટક્કર આપી છે. મેં ગેરન્ટી આપી હતી કે દેશમાં વિકાસલક્ષી પરિવર્તન આવશે અને તે આવ્યું છે. આ મોદીની ગેરન્ટી છે. તે સાકાર થઈને જ રહેછે.
તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ડિસેમ્બર ૨૦૧૬માં થયો તે પછી અનેક અવરોધો આવ્યો હતો. કોવિડના સમયગાળાનો પડકાર સૌથી વિકટ હતો. પરંતુ તેમ છતાં પણ દૃઢ નિર્ણયશક્તિ અને મક્કમ ઈચ્છાશક્તિના પ્રતાપે આપણે આ પ્રોજેક્ટ સાકાર કરી લીધો છે. હજુ તો નવી મેટ્રો લાઈનો, મુંબઈનો કોસ્ટલ હાઈવે, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન તથા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર સહિતના પ્રોજેક્ટસ માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના વિકાસને અનેકગણી ગતિએ વેગ આપશે.
નવી મુંબઈમાં મહિલા સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે સરકાર મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે. માતાઓ, સગર્ભાઓ, ઉચ્ચ શિક્ષણ લેતી કન્યાઓ એમ સૌ માટે આરોગ્ય, શિક્ષણ તથા સમાન તક માટે અનેક યોજનાઓ શરુ કરી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં રાયગઢના કિલ્લા પર જઈ મેં કેટલાક સંકલ્પો લીધા હતા તે એક પછી એક પાર પડી રહ્યા છે તે જોઈ હું અપાર આનંદ અનુભવું છું. આ ટ્રાન્સ હાર્બર લિંક પણ તેમાં સામેલ છે.
વડાપ્રધાને આ ઉપરાંત ઉરણ-ખારકોપર લોકલ ટ્રેન લાઈનનું ઉદ્ઘાટન, વસઈ વિરારને પાણી પુરું પાડવાના સૂર્યા પ્રોજેક્ટના પહેલા તબક્કાનું લોકર્પણ, વેસ્ટર્ન રેલવેના ખાર-ગોરેગાંવ વચ્ચેના છઠ્ઠા રેલવે ટ્રેકનું લોકાર્પણ, દિઘે સ્ટેશનનું લોકાર્પણ સહિતના પ્રોજેક્ટસ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા આ ઉપરાંત કોલાબાના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતી ભૂગર્ભ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. કુલ ૩૦ હજાર કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ થયા હતા.
મુંબઈ આવતાં પહેલાં વડાપ્રધાને નાસિકમાં સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ૨૭મો રાષ્ટ્રીય યુવક મહોત્સવ ખુલ્લો મુકવાની સાથે સાથે વડાપ્રધાને રોડ શો યોજ્યો હતો. યુવાનોને સંબોધતા તેમણે કહ્યું હતું કે યુવાનોએ વધુને વધુ પ્રમાણમાં રાજકારણમાં સક્રિય થવું જોઈએ. તમે વધારે પ્રમાણમાં રાજકારણમાં આવશો તો દેશના રાજકારણને વંશવાદે જે ભરડો લીધો છે તેની નાગચૂડ ઓછી થશે. દેખીતી રીતે જ વડાપ્રધાને વંશવાદનો મુદ્દો છેડીને કોંગ્રેસ તથા મહારાષ્ટ્રના સંદર્ભમાં ઉદ્ધવ ઠાકરે પરિવાર પર પ્રહાર કર્યાનું મનાય છે. જોકે, તેમણે ચોક્કસ કોઈ પક્ષ કે નેતાના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના યુવાનો માટે હવે સુવર્ણ અવસર છે. આ અમૃત કાળનો સમયગાળો છે. આજે તમારી પાસે ઇતિહાસ રચવાનો, ઇતિહાસમાં તમારુ નામ નોંધાવવાની તક છે. છેલ્લા ૧૦ વર્ષમાં અમે યુવાનોને ખુલ્લુ આકાશ પ્રદાન કરવા, રમતગમત અને યુવાનો આવતા દરેકે અવરોધોને દૂર કરવાના તમામ પ્રયાસો કર્યા છે. દેશમાં યુવા પેઢી તૈયાર થઇ રહી છે. જે ગુલામીના દબાણ અને પ્રભાવથી સંપૂર્ણ પણે મુક્ત છે.કે તેમણે સફળ ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ અભિયાનના ઉદાહરણો સુદ્ધા યુવાઓને આપ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાના આ યુવક મહોત્સવમાં દેશભરના ૭૫૦૦ યુવક ભાગ લઈ રહ્યા છે. જુદાં જુદાં રાજ્યોના યુવકોએ પોતપોતાના રાજ્યની સંસ્કૃતિને અનુરુપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
વડાપ્રધાને આ ઉપરાંત નાસિકના પ્રસિદ્ધ કાળારામ મંદિરમાં દર્શન કર્યાં હતાં, ત્યાં ભજન કિર્તનમાં ભાગ લીધો હતો અને ગોદાવરીના કાંઠે જળાંજલિ પણ અર્પણ કરી હતી. મંદિર સંકુલમાં તેમણે સફાઈ પણ કરી હતી.
૨૨ જાન્યુઆરીએ યોજાનારા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન સમારોહ પહેલા દેશભરમાં તમામ મંદિર પરિસરને સાફ કરવાની તેમની વિનંતીનો પુનરોચ્ચાર પણ કર્યો હતો. આજે મને કાળારામ મંદિરની મુલાકાત લેવાનો અને મંદિર પરિસરને સફાઇ કરવાનો લહાવો મળ્યો છે. હું ફરી એકવાર દેશવાસીઓને વિનંતી કરીશ કે તેઓ દેશના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવે અને તેમના શ્રમનું દાન કરે એમ પીએમ નરેન્દ્રમોદીએ જણાવ્યું હતું.