Get The App

પાલિતાણાથી મુંબઈ આવતી ટ્રેનમાં જીઆરપી જવાન દ્વારા જ મોબાઈલની ચોરી

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
પાલિતાણાથી મુંબઈ આવતી ટ્રેનમાં જીઆરપી જવાન દ્વારા જ મોબાઈલની ચોરી 1 - image


દારુ પીધેલી હાલતમા ટ્રેનમાં ડયૂટી, અનેક પ્રવાસીના મોબાઈલ તફડાવ્યા

મુંબઈના બોરીવલીના જૈન પરિવારના સભ્યો ચોરી કરતાં જોઈ જતાં અન્ય ડબ્બામાં પીછો કરી પકડયો, વાપીમાં પોલીસને સોંપી દીધો

મુંબઈ -  રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં મોબાઈલ ચોર ઘુસીને મોબાઈલ ચોરી કરતાં હોવાના અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. પરંતુ, પાલિતાણાથી આવતાં મુંબઈ આવતાં જૈન-ગુજરાતી રેલવે પ્રવાસીઓએ તો ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ ચોરી કરતાં ઓન ડયુટી  રેલવે પોલીસ જવાનને જ પકડી પાડયો હતો. પ્રવાસીઓના આરોપ પ્રમાણે એ દારૃનું સેવન કરીને ટ્રેનમાં ચડયો હતો. ત્યારે ટ્રેન ઉધના સ્ટેશન પર પહોંચી રહી હતી ત્યારે એસી કોચના પ્રવાસીઓ સુતા હતા ત્યાંથી જ મોંઘા મોબાઈલ ચોરી કરીને ભાગ્યો હતો. પ્રવાસીઓએ દોડીને આ પોલીસ યુનિફોર્મધરાવતાં જીઆરપીના પોલીસ કર્મીને પકડી પાડયો હતો. તેની બેગ ચેક કરતાં ત્રણ મોબાઈલ અને એક દારૃની બોટલ મળી આવી હતી. ૧૨૯૭૨ ક્રમાંક ધરાવતી ભાવનગરથી બાંદરા જતી મેલ-એક્સપ્રેસમાં મોટા ભાગે પાલિતાણા દર્શને જતાં પ્રવાસીઓ પ્રવાસ કરતાં હોય છે. રવિવારે પાલિતાણાથી આવી રહેલા મુંબઈના રેલવે પ્રવાસીઓએ પ્રવાસનો કડવો અનુભવ કર્યો હતો. એસીમાં બી-૨ કોચમાં બોરીવલીનો દાશી પરિવાર પ્રવાસ કરી રહયું હતું.રાતના સમયે મુંબઈ આવવા ભાવનગરથી ઉપડેલી એક્સપ્રેસમાં સવારના ૩ થી ૪ વાગ્યાની આસપાસ ઉધના સ્ટેશન આવી રહયું હતું ત્યારે  સંજય પટેલ નામના યુનિફોર્મ ધારી પોલીસ કર્મીએ  તક મળતાં જ સીટ નંબર પાસે ૧૭ પાસે પડેલો મોબાઈલ ચોરી કરીને ભાગી નીકળ્યો હતો.   જેમનો મોબાઈલ ચોરાઈ ગયો એ બોરીવલી-ઈસ્ટમાં ઓવરી પાડામાં રહેતાં આઈટી એન્જિનિયર અભિષેક દોશીએે 'ગુજરાત સમાચાર'ને કહયું હતું કે 'અમે સહપરિવાર પાલિતાણા ગયા હતા. રાતના સમયે બધા ખૂબ ઊંઘમાં હતા અને પોલીસ યુનિફોર્મમાં આ વ્યક્તિ અમારી સીટને ત્યાં ફરતો હતો. અચાનક તકિયાની નીચે રહેલો ફોન તેણે તક મળતાં લઈને ભાગી રહયો હતો. મારી બહેને જોઈ જતાંં તેણે એને પકકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ધક્કો મારીને ભાગી રહયો હતો. એથી અમે લાઈટ ચાલુ કરતાં મોબાઈલ ગાયબ હોવાનું સમજાતાં અમે તેની પાછળ દોડયા હતા. તેણે પોલીસનો યુનિફોર્મપહેર્યો હોવાથી તે એસી કોચમાંથી એસ-૪ કોચમાં જઈ શક્યો હતો. કોચમાં અમને ટીસી મળતાં અમે તેમને આ વાતની જાણ કરતાં અમે પણ એસ-૪ કોચમાં પહોંચ્યા હતા. ત્યાં એ યુનિફોર્મ પહેરેલો વ્યક્તિને પકડયો હતો અને ત્યાં રહેલાં ટી.સી.ને અમે તેની બેગ તપાસ કરવા કહયું હતું. તેની બેગ ખોલતાં એમાંથી ત્રણ મોબાઈલ અને એક દારૃની બોટલ મળી આવી હતી.

આ પોલીસ જવાન નકલી નહીં પણ આ અસલી પોલીસ હતો એમ કહેતાં અભિષેક દાશીએ જણાવ્યું કે 'એ વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં હતો અને દારૃ પીધેલો હતો. તેણે બી-૫ માંથી યોગેશ શાહ નામના પ્રવાસીનો પણ મોબાઈલ ચોરી કર્યો હતો. એ ઉપરાંત અન્ય ટ્રેનમાંથી પણ મોબાઈલ ચોરી કરીને આવ્યો હતો. અમે તો એવું જ હતું કે નકલી પોલીસ છે પરંતુ એ બાદ અમને પોલીસે જાણ કરી તે જીઆરપીમાં ફરજ બજાવે છે. આ સાંભળીને અમને ખૂબ નવાઈ લાગી કે આ રીતે પોલીસ જ સુરક્ષા ને બદલે ચોરી કરવા લાગે તો પ્રવાસીઓનું શું થશે? એક તો પોલીસ અને એ પણ એસી કોચમાં પણ ચોરી કરવામાં આવે છે અને મોંઘા મોબાઈલ પર હાથ સાફ કરાય છે.

પાલિતાણા જાત્ર કરીને પાછા આવી રહેલાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના હોનરરી એનિમલ વેલફેર પ્રતિનિધિ મિતેશ જૈને 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું કે'આ બનાવ બન્યા બાદ અમેચોરને  પકડીને પોલીસને આપ્યો હતો. પરંતુ, પોલીસે ફરિયાદી અને ચોર બન્નેને ટ્રેનમાંથી ઉતરીને પોલીસ મથકમાં આવવું પડશે એવું કહયું હતું. જ્યારે ફરિયાદી મુંબઈમાં રહેતાં અને વકગ હોવાથી ઓફિસે જવાનું જરૃરી હતું. પરંતુ, પોલીસે ફરિયાદીને પણ નીચે ઉતરવા કહેતાં અમે બધાએ ચોરનો કબજો ફરી અમારા હાથે લીધો હતો. ચોરને ફરી પકડયા બાદ વાપી સ્ટેશન આવતાં ૧૫થી વધુ રેલવે પોલીસ આવ્યા અને આરોપી, ફરિયાદીને નીચે ઉતારી રહયા હતા. પરંતુ, ફરિયાદીઓએ પોતાની ફરિયાદ લખીને આપી અને પીઆરએન નંબરથી લઈને અન્ય માહિતી પણ લખીને આપી હતી.

અમદાવાદ-મુંબઈ વિભાગમાં ટી.સી.ની ફરજ બજાવતાં પ્રેમચંદએ 'ગુજરાત સમાચાર'ને કહયું હતું કે 'આ મોબાઈલ ચોર ગુજરાત જીઆરપીમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. તે નકલી નહીં પણ અસલી પોલીસ જ હતો. વાપી સ્ટેશને અમે તેને આરપીએફ અને જીઆરપી પોલીસ આવી હતી તેમને હેન્ડ ઓર્વર કર્યો હતો.



Google NewsGoogle News