ધારાસભ્ય ગણપત ગાયકવાડને 14 દિવસની અદાલતી કસ્ટડી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
ધારાસભ્ય ગણપત ગાયકવાડને 14 દિવસની  અદાલતી કસ્ટડી 1 - image


ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લવાયા

ઉલ્હાસનગર ફાયરિંગ કેસમાં ધારાસભ્યના રિમાન્ડ લંબાવવાની પોલીસની અરજી ન સ્વીકારી

મુંબઈ :  પોલીસ સ્ટેશનમાં સ્થાનિક શિવસેના નેતા પર ગોળીબાર કરવાના કેસમાં પકડાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને થાણેની કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે. 

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના કલ્યાણ એકમના મહેશ ગાયકવાડ પર ધારાસભ્યે ગોળીબાર કર્યો હતો. ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં બીજી ફેબુ્રઆરીએ આ ઘટના બની હતી. આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત અનેક આરોપો લાગવાયા છે. સેનાના નેતાને થાણેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતાં તેમની તબિયત સુધરી રહી છે.

આરોપી ગણપત ગાયકવાડ અને તેમના સહઆરોપીઓને બુધવારે કોર્ટમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાજર કરાયા હતા.  પોલીસે રિમાન્ડ લંબાવવા કરેલી વિનંતીને કોર્ટે માન્ય કરી નહોતી અને અદાલતી કસ્ટડી આપી હતી.



Google NewsGoogle News