Get The App

મીરા ભાયંદર પાલિકાએ ફટાકડા પર પાણીનો મારો ચલાવ્યો, જમીનમાં દાટી દીધા

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
મીરા ભાયંદર પાલિકાએ ફટાકડા પર પાણીનો મારો ચલાવ્યો, જમીનમાં દાટી દીધા 1 - image


ગેરકાયદેસર ફટાકડા વેચનારા વેપારીઓ સામે અનોખી કાર્યવાહી

ખુલ્લી જગ્યામાં જ વેચાણની પરવાનગી હોવા છતાં પણ આડેધડ રોડ પર જોખમી રીતે વેચાતા ફટાકડા પર ટાસ્ક ફોર્સની કાર્યવાહી

મુંબઈ :  મીરા-ભાયંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે રવિવારે ગેરકાયદેસર ફટાકડા વેચનારાઓ સામે અનોખી  કાર્યવાહી કરવામાં આવી છે. આ રીતે ફટાકડા વિક્રેતાઓના ફટાકડા પર પાણી નાખીનેતેને ભીંજવી નાખવામાં આવ્યા અને તેને નકામા કરી દીધા હતા. એટલું જ નહીં જપ્ત કરાયેલાં ફટાકડાને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. 

ફટાકડા વેંચતી વખતે કોઈ અકસ્માત ન થાય તે માટે મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ફટાકડાના સુરક્ષિત વેચાણની નીતિ તૈયાર કરી હતી. એ મુજબ ખાનગી ખુલ્લી જગ્યા, મેદાન પર વેંચાણ માટે પરવાનગી આપવામાં આવી હતી. જો કે, આ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણી જગ્યાએ ફટાકડા વેચાઈ રહ્યા હતા. તેની સામે પગલાં લેવા મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે ફાયર બ્રિગેડ વિભાગની ગેરકાયદેસર ફટાકડા વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા ટીમની રચના કરી હતી.

 રવિવારે આ ટીમે ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતી દુકાનો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતી દુકાનના માલસામાન પર ફાયર ટ્રકમાંથી પાણી નાખીને ફટાકડાનો નાશ કરવામાં આવ્યો હતો. કેટલીક જગ્યાએ માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જપ્ત કરાયેલો માલ સંગ્રહ કરવાને બદલે જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે રવિવારે કુલ ૧૮ દુકાનો પર કાર્યવાહી કરી હતી. તેમાંથી સાત દુકાનોમાં ફટાકડા પર પાણીમાં નાખતાં  તમામ ફટાકડા ભીંજાઈ જવાથી નકામા બની ગયા હતા.  જ્યારે ચાર  દુકાનોમાંથી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.સાત  દુકાનો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. તે જ સમયે, ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી 'નો ઓબ્જેક્શન સટફિકેટ' મેળવવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનોના 'નો ઓબ્જેક્શન સટફિકેટ્સ' રદ્ કરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.આ કાર્યવાહી કરતી ટીમમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, ચાર અસિસ્ટન્ટ ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર વિભાગના  પચ્ચીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ રીતે કડક પાયે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી ગેરકાયદેસર ફટાકડાની દુકાનો દ્વાર જોખમી રીતે વેચાણ પર અંકુશ આવે તેવી આશા છે.



Google NewsGoogle News