ભિવંડીમાં સાવકા પિતા દ્વારા સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર
15 વર્ષની તરુણી પર બે વર્ષથી અત્યાચાર
વારંવાર અત્યાચારથી ત્રાસી છેવટે તરુણીએ ફરિયાદ કરતાં પિતાની ધરપકડ
વિગત મુજબ, આ ઘટનામાં ૧૫ વર્ષીય સગીરા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે મંગળવારે ૩૪ વર્ષીય આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાવકા પિતાએ ૨૦૨૨થી પીડીતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં તાજેતરમાં ૨૫ નવેમ્બરના રોજ પીડીતાની માતા કોઈ કામસર ઘરેથી બહાર હતી. તે સમયે આરોપીએ ફરીથી પીડીતાને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો અને આ અંગે કોઈને કશું જણાવ્યું તો તેના ગંભીર પરિણામો આવશે એવી ધમકી પણ આપી હતી.
સાવકા પિતા દ્વારા વારંવાર બળાત્કારની ઘટનાથી કંટાળીને આખરે સગીરાએ શાંતિ નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને સાવકા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ એબ્યુઝ (પોક્સો) એકટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.