મુંબઇ અને પુણેમાં દૂધ મોંઘુઃ લીટર 2 રૃપિયાનો વધારો
અન્ય ડેરીઓએ પહેલાં જ કિંમત વધારી દીધી છે
કોલ્હાપુર જિલ્લાના ઉત્પાદકોના ગોકુળ બ્રાન્ડના ગાયના દૂધનો ભાવ 54 રૃપિયાથી વધી 56 રૃપિયા
મુંબઇ : જૂવન-જરૃરિયાતની તમામ ચીજોની વધતી જતી કિંમતને લીધે આર્થિક બોજો વેંઢારતા લોકોને માથે હવે દૂધનો ભાવ વધારો ઝીંકાયો છે. મુંબઇ અને પુણેના દૂધ વપરાશકારો માટે લીટરે બે રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ધી કોલ્હાપુર ડિસ્ટ્રીક્ટ મિલ્ક પ્રોડયુસર્સ એસોસિયેશન (ગોકુળ)ના દૂધનો ભાવવધારો જુલાઇની શરૃઆતથી જ અમલમાં આવી ગયો છે.
મુંબઇ અને પુણેમાં ગોકુળનું દૂધ અત્યાર સુધી ૫૪ રૃપિયે લીટર વેંચાતું તેનો ભાવ વધીને ૫૬ થયો છે. ગોકુળ સંઘના પ્રમુખ અરૃણ ડોંગરેએ કહ્યું હતું કે પશુખાધ અને ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચમાં વધારાને પહોંચી વળવા ભાવ વધારવો પડયો છે.
મહારાષ્ટ્રના અન્ય દૂધ ઉત્પાદક સંઘોએ પણ કિંમત વધારી છે. આ પહેલા ગયા જૂન મહિનામાં મધર ડેરીએ દૂધની કિંમતમાં લીટરે બે રૃપિયાનો વધારો કર્યો હતો, અને ત્યાર પછી અમુલે ભાવ વધાર્યો હતો. ઉપરાંત પાડોશી રાજ્ય કર્ણાટકના મિલ્ક ફેડરેશને પણ નંદિની દૂખનો ભાવ વધારોય ે છે. આમ ગોકુળના દૂધનો ભાવ વધારવાનો અમે નિર્ણય કર્યો હતો. એમ સંઘના પ્રમુખે કહ્યું હતું.