મિલિંદ સોમણ અને અંકિતા લગ્નતિથિ મનાવવા ખુલ્લા પગે 42 કિમી દોડયાં
ફિટનેસ ક્રેઝી કપલ દ્વારા અનોખી ઉજવણી
6ઠ્ઠી મેરેજ એનિવર્સરીએ બંને એ પેરીસ જઈ ત્યાં મેરેથોનમાં ભાગ લીધો
મુંબઇ : મિલિંદ સોમણ અને તેની ત્ની અંકિતા કોનવર ફિટનેસ ક્રેઝી કપલ તરીકે જાણીતા છે. હાલમાં પતિ-પત્નીએ પોતાની લગ્નની એનિવર્સરીની ઊઝવણી અનોખી રીતે કરી હતી. આ યુગલ પેરીસ લગ્નતિથી ઊજવવા ગયુ ંહતું. ત્યાં જઇને તેમણે મેરેથોનમાં ૪૨ કિ.મી.ની દોડ ઉઘાડા પગે લગાવી હતી.
આ એક ક્રેઝી ફન હતું, મારા માટે અત્યાર સુધીની આ સોથી અઘરી મેરથોન્સ હતી, તેમ અંકિતાએ જણાવ્યુ ંહતું. મિલિંદે આ મેરેથોને ટફ, પડકારજનક અને રોમાંચિત ગણાવી હતી.
અમે હંમેશા અમારી એનિવર્સરી અનોખી રીતે થોડી મસ્તી અને પડકારજનક રીતે ઊજવતા હોઇએ છીએ.આ વખતે આ અમારી છઠ્ઠી લગ્નતિથી હતી. ઘણી વખત અમે ટ્રેક અથવા તો મેરેથોન અથવા તો સમુદ્રામાં ડુબકી પણ મારી છે. વરસમાં ચાર વખત અમે એનિવર્સરી ઊજવીએ છીએ. એમ તેમણે કહ્યું હતું.
બંનેની આ પેરીસ મેરેથોનની તસવીરો વાયરલ થઈ છે અને ચાહકો તેમને આ અનોખ ઉજવણી માટે અભિનંદનો આપી રહ્યા છે.