Get The App

મુંબઈમાં ફિક્કો શિયાળોઃ ગરમ કપડાંની માર્કેટોમાં વેચાણ સુસ્ત

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
મુંબઈમાં ફિક્કો શિયાળોઃ ગરમ કપડાંની માર્કેટોમાં વેચાણ સુસ્ત 1 - image


નવેમ્બર પૂરો થવા આવ્યો છતાં ઠંડકની કોઈ અસર નથી

ઑક્ટોબર, નવેમ્બર વિતી જવા છતાં ધંધામાં ખાસ કોઈ કમાણી  ન હોવાથી આગામી બે મહિના તરફ વિક્રેતાઓની નજર

મુંબઈ :  વાતાવરણમાં બદલાવ, બે મહિનાથી ચાલી રહેલી તાપ અને કમોસમી વરસાદની સંતાકૂકડી તેમજ દર વર્ષની જેમ નવેમ્બરમાં પડતી ઠંડી આ વર્ષે ગાયબ થતાં મુંબઈની માર્કેટોમાં ઊનના ગરમ કપડાંની માગણીઅડધોઅડધ ઘટી ગઈ છે. ગરમ કપડાંની માગણી સાવ નગણ્ય હોવાનું વિક્રેતાઓનું કહેવું છે. 

 રવર્ષે ઓક્ટોબરથી ઠંડીની શરુઆત થઈ જતી હોય છે. ખાસ તો એ કે આ વર્ષે તુલસી વિવાહ બા  હવે થોડા ઠંડા પવનો વાતા જોવા મળી રહ્યાં છે. ઠંડી પડતાં જ ઊની કપડાં ખરી વા માટે માર્કેટમાં મોટા પ્રમાણમાં ગ્રાહકો આવતાં હોય છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બહાર બોરાબજાર ની ફૂટપાથ સહિત મુંબઈ સેન્ટ્રલ,  ા ર, પરેલ, અંધેરી, બોરીવલી, મલાડ, મુલુન્ડ જેવા વિસ્તારોમાં ઊની તેમજ ગરમ કપડાં વેંચવા મોટા પ્રમાણમાં વિક્રેતાઓ આવી ગયા છે. પરંતુ આ વર્ષે હજી જોઈએ તેટલી ઠંડી પડી ન હોવાથી માર્કેટમાં તેની માગણી વધી નથી. 

ગયા વર્ષે આ વસ્ત્રોના જે ભાવ હતાં તે જ કિંમત આ વર્ષે પણ છે. જોકે બહારગામ ફરવા જતાં નાગરિકો વતી માર્કેટમાં જૅકેટ, સ્વેટર, કાનટોપી, હૅન્ડગ્લવ્ઝ ની માગણી સારા પ્રમાણમાં છે. જોકે આ તમામ વસ્તુઓના ભાવ ૧૦૦ રુપિયાથી માંડી ૭૫૦-૮૦૦ રુપિયા સુધીના છે. ગરમ કપડાં વેંચવા આવતાં લોકોનું કહેવું છે કે, આ વસ્ત્રો અમે પંજાબથી લઈ આવીએ છીએ. ત્યાં આવા કપડાંની મોટી બજાર છે. ત્યાં ટકાઉ તેમજ સારા દરજ્જાના ગરમ વસ્ત્રો મળે છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિનામાં જરાય ઘરાકી થઈ નથી. હજી બે મહિના આ ધંધો ચાલું રહેશે. હવે સીઝનની શરુઆત થતી જણાય છે, ત્યારે આગામી બે મહિનામાં સારા ધંધા તરફ અમારી આશાભરી નજર છે.



Google NewsGoogle News